મુંબઈઃકારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 76 પોઈન્ટના ઉછાળા સાથે 82,967.71 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.08 ટકાના વધારા સાથે 25,377.80 પર બંધ થયો.
આજના ટ્રેડિંગ દરમિયાન, NTPC, JSW સ્ટીલ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ અને L&Tના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ, એચયુએલ, બજાજ ફિનસર્વ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
- FMCG અને ટેલિકોમ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. જેમાં બેન્ક, કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી, મીડિયા મેટલ 0.4-1 ટકાના ઉછાળો થયો હતો.
- BSE મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.3 ટકા વધ્યો હતો.
- ભારતીય રુપિયો શુક્રવારના 83.89 ના સ્તરના મુકાબલામાં સોમવોરે 83.88 પ્રતિ ડોલર પર સ્થિર બંધ રહ્યો હતો.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની સંભવિત અસર પર ટ્રેડર્સે નજર રાખી હોવાથી સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી સાથે વેપાર થયો હતો. વ્યાજ દરોમાં વધુ નોંધપાત્ર કાપ વિદેશી રોકાણને વેગ આપી શકે છે અને બજારના વલણોને આકાર આપી શકે છે.