મુંબઈઃ ટ્રેડિંગ સપ્તાહના 3જા દિવસે બુધવારે શેરબજાર ગ્રીનઝોનમાં બંધ થયું હતું. BSEનો સેન્સેક્સ 526 પોઈન્ટના વધારા સાથે 72,996 પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 0.65 ટકાના વધારા સાથે 22,147 પર બંધ થયો હતો. બુધવારે યુએસ ડોલર સામે રૂપિયો 7 પૈસા ઘટીને 83.36 પર બંધ થયો હતો. જે વિદેશી હરીફો અને નબળા એશિયન પીઅર સામે મજબૂત યુએસ ચલણને દર્શાવે છે. જોકે, ફોરેક્સ ટ્રેડર્સ અનુસાર સ્થાનિક બજારોમાં ઉછાળો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો રુપિયાના ઘટાડાને સરભર કરે છે.
ગ્રીનબેકની સ્થિતિઃ ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સ્થાનિક યુનિટ 83.33 પર ખુલ્યું હતું. ગ્રીનબેક સામે 83.45ની ઈન્ટ્રાડે નીચી સપાટીને સ્પર્શ્યુ હતું. સ્થાનિક યુનિટ છેલ્લે ડોલર સામે 83.36 પર બંધ થયું હતું. જેમાં અગાઉના બંધ કરતાં 7 પૈસાની ખોટ જોવા મળી હતી.
તેજીમાં બજાર ખુલ્યુંઃ બજારમાં ખુલતાની સાથે જ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં બુધવારે તેજીનો વેપાર જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 270.18 પોઈન્ટ વધીને 72,740.48 પોઈન્ટ પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 87.35 પોઈન્ટના વધારા સાથે 22,092.05 પોઈન્ટ પર હતો. સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ, એનટીપીસી, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, ઇન્ફોસીસ, વિપ્રો, ઇન્ડસઇન્ડ બેંક અને નેસ્લેના શેરો નુકસાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
વિવિધ એશિયાઈ બજારની સ્થિતિઃ એશિયન બજારોમાં જાપાનનો નિક્કી નફામાં હતો જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો. મંગળવારે યુએસ માર્કેટ નેગેટિવ ટેરિટરીમાં બંધ થયું હતું. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.90 ટકા ઘટીને US $85.47 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ નેટ રૂ. 10.13 કરોડના શેરની ખરીદી કરી હતી.
- ભારતીય શેરબજાર પર લાલ રંગ ચડ્યો, BSE Sensex 361 પોઇન્ટ તૂટ્યો - Share Market Update
- અસ્થિરતા વચ્ચે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ, IT સેક્ટરમાં ભારે ધોવાણ - Stock Market Update