મુંબઈ :આજે 30 જાન્યુઆરી, મંગળવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE Sensex ગતરોજના 71,941 ના બંધ સામે 59 પોઈન્ટના વધારા સાથે 72,000 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,737 ના બંધ સામે 38 પોઈન્ટના વધારા સાથે 21,775 પર ખુલ્યો હતો. કેન્દ્રીય બજેટ રજૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજેટ પહેલા શેરબજારમાં જોરદાર અસર નોંધાઈ રહી છે. ઉપરાંત બજારને સારા વૈશ્વિક સંકેતોથી સપોર્ટ મળી રહ્યો છે.
સોમવારનું બજાર : ચાલુ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ધમાકેદાર તેજી સાથે બંધ થયું હતું. BSE Sensex 1240 પોઈન્ટના વધારા સાથે 71,941 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 385 પોઈન્ટના વધારા સાથે 21,738 પર બંધ થયો હતો.
વૈશ્વિક બજાર : 225 પોઈન્ટના ઉછાળા સાથે DOW નવી હાઈ પર પહોંચ્યો છે. જ્યારે S&P 500 પણ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. Nasdaq માં 1% ઉછાળા સાથે IT સેક્ટરમાં મજબૂત એક્શન જોવા મળ્યું છે. માઈક્રોસોફ્ટ અને મેટાના શેર નવી ઊંચાઈએ છે. માઈક્રોસોફ્ટ અને આલ્ફાબેટના પરિણામ આજે આવશે. આજથી 2 દિવસીય FOMC મિટિંગ શરૂ થઈ રહી છે. જ્યારે ફેડનો નિર્ણય આવતીકાલે સાંજે આવશે.
વૈશ્વિક કોમોડિટી બજાર : ક્રૂડ ઓઈલની ચાર દિવસની એકતરફી તેજી પર બ્રેક લાગી છે. ક્રૂડ ઓઈલ 2 મહિનાની ઊંચી સપાટીથી ગગડ્યું છે. છેલ્લા સત્રમાં બ્રેન્ટ ક્રૂડ 2% ઘટીને 82 ડોલર પર બંધ થયું હતું. ચીનના પ્રોપર્ટી સેક્ટરમાં વધી રહેલા સંકટને કારણે માંગની ચિંતા ઉભરી રહી છે. સોનામાં વેપારનો અવકાશ છે, જ્યારે ચાંદી 2 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી છે. કોપર અને લેડ સિવાયની ધાતુઓ લાલ રંગમાં બંધ થયા છે.
- Bullish Share Market : ફેબ્રુઆરી સિરીઝની ધમાકેદાર શરૂઆત, BSE Sensex 1240 પોઈન્ટનો હનુમાન કૂદકો
- Share Market Updates : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, BSE Sensex 600 પોઈન્ટ ઉછળ્યો