ગુજરાત

gujarat

ETV Bharat / business

દિવાળી પછી શેરબજારમાં અરાજકતા, રોકાણકારોએ ₹6 લાખ કરોડ ગુમાવ્યા - STOCK MARKET CRASH

સોમવારે શરૂઆતના વેપારમાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો લગભગ 1 ટકા ઘટ્યા હતા.

રોકાણકારોએ ₹6 લાખ કરોડ ગુમાવ્યા
રોકાણકારોએ ₹6 લાખ કરોડ ગુમાવ્યા (GETTY IMAGE)

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2024, 3:32 PM IST

મુંબઇ: US ચૂંટણીને લઇને અનિશ્ચિતતા અને કમાણીમાં મંદીના કારણે દલાલ સ્ટ્રીટમાં ઊંડી ચિંતા છે. આ કારણોસર સોમવારે ભારતીય શેર બજારમાં વ્યાપક વેચાણ જોવા મળ્યું હતું. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી 50 માં 1 % જેટલો ઘટાડો થયો હતો. મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 2 % સુધીનો ઘટાડો થયો હતો. જેનાથી માર્કેટ કેપમાં 6 લાખ કરોડનો ઘટાડો થયો હતો. ભારતીય શેર બજારમાં સોમવાર 4 નવેમ્બરમાં વ્યાપક વેચાણ જોવા મળ્યું હતું. જેમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ- સેન્સેક્સ અને નિફ્ટી 50 માં 1 % થી વધારે ઘટાડો થયો હતો અને મિડ અને સ્મોલ-સેગમેન્ટમાં 2 % ના ઘટાડા સાથે વેચાણ જોવા મળ્યું હતું.

સેન્સેક્સ અગાઉના 79,724.12ના બંધની સરખામણીએ 79,713.14 પર ખૂલ્યો હતો અને 1% કરતાં વધુના ઘટાડા સાથે 78,836.99 પર ગયો હતો. નિફ્ટી 50 તેના અગાઉના 24,304.35ના બંધ સ્તર સામે 24,315.75 પર ખુલ્યો અને ઘટીને 24,017.10 સ્તરે નીચે ગયો હતો. બીજી તરફ, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો છે. BSE-લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી અગાઉના સત્રમાં ₹448 લાખ કરોડથી ઘટીને લગભગ ₹442 લાખ કરોડ થઈ હતી, જેના કારણે રોકાણકારોને એક જ સત્રમાં લગભગ ₹6 લાખ કરોડનું નુકસાન થયું હતું.

આજનું ક્ષેત્રીય સૂચકાંક: ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સૂચકાંકો પ્રત્યેક 2-3 ટકા ઘટ્યા હતા, જ્યારે નિફ્ટી બેન્ક, ઓટો, એફએમસીજી, મેટલ, એફએમસીજી અને પીએસયુ બેન્ક એક-એક ટકા ઘટ્યા હતા.

આ પણ વાંચો:

  1. સપાટ ખુલ્યું ભારતીય શેરબજાર : નવેમ્બર સિરીઝની લાલ નિશાનમાં શરૂઆત

ABOUT THE AUTHOR

...view details