નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ લોન પર તેના નવીનતમ માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)ની જાહેરાત કરી છે. આ સાથે SBIએ MCLR મુદતના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો કર્યો છે, જ્યારે અન્ય દરો યથાવત રહેશે. સંશોધિત MCLR આજથી એટલે કે 15મી ઓક્ટોબરથી લાગુ થઈ ગયો છે.
SBI MCLR લોનના વ્યાજ દરો શું છે?
- MCLR આધારિત દરોને 8.20 ટકાથી 9.1 ટકાની રેન્જમાં એડજસ્ટ કરવામાં આવ્યા છે.
- ઓવરનાઈટ MCLR 8.20 ટકા છે.
- એક મહિના માટેનો દર 8.45 ટકાથી ઘટાડીને 8.20 ટકા કરવામાં આવ્યો છે.
- છ મહિનાનો MCLR 8.85 ટકા રાખવામાં આવ્યો છે.
- એક વર્ષનો MCLR સુધારીને 8.95 ટકા કરવામાં આવ્યો છે.
- બે વર્ષના MCLRને સુધારીને 9.05 ટકા અને ત્રણ વર્ષના MCLRને 9.1 ટકા કરવામાં આવ્યો છે.
SBIના અન્ય ધિરાણ દરો વિશે શું?