નવી દિલ્હી: Airtel દ્વારા Nokia ને ભારતીય શહેરોમાં 4G અને 5G ઈક્વિપમેન્ટ લગાવવા માટે મલ્ટિ-યર, મલ્ટિ-બિલિયન ડોલર એક્સટેન્શન ડીલ આપવામાં આવી છે. કંપનીએ 20 નવેમ્બરે આ માહિતી આપી હતી.
નોકિયા બે દાયકા કરતાં વધુ સમયથી એરટેલ સાથે સહયોગ કરી રહી છે. અને 2G, 3G, 4G અને 5G નેટવર્ક ઈક્વિપમેન્ટ (સાધનો) પ્રદાન કરી રહી છે.
લેટેસ્ટ કોન્ટ્રાક્ટ અનુસાર, નોકિયા તેના પોર્ટફોલિયોમાંથી ઈક્વિપમેન્ટ તૈનાત કરશે, જેમાં બેઝ સ્ટેશન, બેઝબેન્ડ એકમો અને વિશાળ MIMO રેડિયોની નવીનતમ પેઢીનો સમાવેશ થશે. આ સોલ્યુશન્સથી એરટેલના નેટવર્કને 5G ક્ષમતા અને કવરેજ સાથે વધારશે અને તેના નેટવર્ક વૃદ્ધિને સમર્થન આપશે તેવી અપેક્ષા છે. વધુમાં, નોકિયા એરટેલના હાલના 4G નેટવર્કને મલ્ટિબેન્ડ રેડિયો અને બેઝબેન્ડ સાધનો સાથે આધુનિક બનાવશે જે 5G ને પણ સપોર્ટ કરી શકે છે.