ગુજરાત

gujarat

કચ્છના CGST ની આવકમાં સતત વધારો નોંધાયો, ચાલુ નાણાકીય વર્ષ જૂન 2024 સુધી રૂ. 358.83 કરોડની આવક - Kutch CGST revenue steady increase

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 3:59 PM IST

દેશ આજે ઝડપથી વિકાસ કરી રહ્યો છે, જેમાં કરદાતાઓનો પણ મહત્વનું યોગદાન રહ્યું છે. ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ ભરી કરદાતાઓ દેશની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. કચ્છમાંં CGST દ્વારા જૂન 2024માં રૂ. 358.83 કરોડની આવક નોંધાઈ છે. જે ગત વર્ષના જૂન માસની સરખામણીએ રુપિયા 221.45 કરોડની વધુ આવક મેળવી 61.71 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો છે. ત્યારે આજે આપણે જીએસટી અંગે વિગતવાર કચ્છના CGST કમિશનરેટ, અર્થશાસ્ત્રી અને વેપારીના અભિપ્રાય વિશે જાણીયે...., Kutch's CGST revenue recorded a steady increase

કચ્છના CGST ની આવકમાં સતત વધારો નોંધાયો
કચ્છના CGST ની આવકમાં સતત વધારો નોંધાયો (ETV Bharat Gujarat)

કચ્છના CGST ની આવકમાં સતત વધારો નોંધાયો (ETV Bharat Gujarat)

કચ્છ: વર્ષ 2006ના કેન્દ્રીય બજેટમાં જીએસટીની ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ દેશમાં 1 જુલાઈ 2007 ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. તે સમયે જીએસટીનો ખૂબ વિરોધ થયો હતો. પરંતુ ત્યાર બાદ લોકોને આ જીએસટી પાછળનું ઉદ્દેશ્ય જાણ્યું. "એક કર એક રાષ્ટ્ર" એટલે કે પૂરા રાષ્ટ્રને એક જ ટેકસમાં વિભાજીત કરવામાં આવ્યું. તે સમયે ટેક્સને ચાર સ્લેબમાં 5 ટકા, 12 ટકા ,18 ટકા અને 28 ટકામાં વિભાજીત કરવામાં આવ્યા હતા. જેમાં જુદી જુદી કેટેગરી મુજબ કર વસૂલવામાં આવતો હતો.

કચ્છ CGST ની માસિક સરેરાશ આવકમાં વધારો: કચ્છ કમિશનરેટ પી.આનંદ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી કચ્છ જીએસટી કમિશનરેટની માસિક સરેરાશ આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

કચ્છ CGST ની માસિક સરેરાશ આવકમાં વધારો (ETV Bharat Gujarat)

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 1,002 કરોડની આવક:આ ઉપરાંત કચ્છ કમિશનરેટે 1,000 કરોડ આવક પાર કરવાનો માઈલસ્ટોન હાંસલ કરી વધુ એક રેકોર્ડ પણ હાંસલ કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ 1,000 કરોડથી વધુની આવક નોંધાઈ છે, જ્યારે નાણાકીય વર્ષ 2023-24 માં 1,000 કરોડની આવક ઊભી કરવામાં ચાર મહિના અને નાણાકીય વર્ષ 2022-23માં પાંચ મહિના લાગ્યા હતા. અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક જીએસટી આવક નાણાકીય વર્ષ 2023-24માં 3,082 કરોડની નોંધાઈ છે. જે 48% ના સંચિત વૃદ્ધિ દર અને સંપૂર્ણ વૃદ્ધિ દર કરતાં 14.37% વૃદ્ધિ દર દર્શાવે છે.

પ્રથમ ક્વાર્ટરમાં 1,002 કરોડની આવક (ETV Bharat Gujarat)

કચ્છમાં વિવિધ સેક્ટરમાં જીએસટીની આવક: કચ્છમાં ક્યાં સેક્ટરમાંથી વધુ આવક થાય છે તે અંગે વાતચીત કરતા કમિશનરેટે જણાવ્યું હતું કે, કચ્છની અંદર બે મહાબંદર આવેલા છે. જેમાં મુન્દ્રા ખાતે એક ખાનગી બંદર આવેલું છે જ્યારે કંડલા ખાતે દીનદયાળ પોર્ટ આવેલું છે. આ બન્ને પોર્ટ અને પોર્ટ સબંધિત સર્વિસમાંથી 50 ટકા જેટલી આવક કચ્છ જીએસટીને થઈ રહી છે. જ્યારે ત્યાર બાદ 11 ટકા જેટલી આવક મેટલમાંથી, 7 ટકા ઓટોમોબાઇલ માંથી, 7 ટકા લોજિસ્ટિક્સમાંથી, 5 ટકા ઇન્ફ્રામાંથી, 4 ટકા કેમિકલમાંથી, 4 ટકા સીરામીકમાંથી, 3 ટકા ટેક્સટાઇલમાંથી, 2 ટકા ઈલેક્ટ્રોનિકમાંથી, 5 ટકા અન્ય આવક થઈ રહી છે.

કચ્છમાં વિવિધ સેક્ટરમાં જીએસટીની આવક (ETV Bharat Gujarat)

કચ્છમાં 1,5000 જેટલા લોકો જીએસટી ફાઈલ કરે છે:જીએસટી 1700 જેટલા ગુડ્સ એન્ડ સર્વિસ પર લગાવવામાં આવે છે. જેમાં કૃષિ ,શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર ટેકસ લગાવવામાં આવતો નથી. પરંતુ તેનામાં જો વેલ્યુ એડ કરવામાં આવે, તો તેના પર ટેક્સ લેવામાં આવે છે. કચ્છમાં જ્યારે જીએસટીની શરૂઆત થઈ ત્યારે 4,500 જેટલા લોકો ટેકસ ભરતા હતા. જે હવે 15,000 જેટલા થઈ ગયા છે. જેની પાછળ CGST કમિશનરેટ દ્વારા જીએસટી જાગૃતતા માટે 25 જેટલા આઉટરિચ પ્રોગ્રામ કરીને લોકોને જીએસટી અંગે સમજાવવામાં આવ્યું હતું. જેમાં 2,500 જેટલા વેપારીઓને જીએસટી અંગે વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું હતું. આગામી સમયમાં સરકાર પણ બેઠક કરીને ટેક્સના 4થી 5 સ્લેબમાંથી માત્ર 2 સ્લેબ કે એક સ્લેબનો નિર્ણય કરી શકે છે.

કચ્છ GST ઓફિસ (ETV Bharat Gujarat)

સરકારની પોલિસીની અસર:અર્થશાસ્ત્રી ડૉ.કલ્પના સતીજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,દેશમાં સરકારી આવકના આંકડા મુજબ 34 ટકા આવક પબ્લિક સેક્ટરમાંથી થઈ રહી છે. અને પ્રાઇવેટ સેકટરમાંથી 27.9 ટકા જેટલી આવક, સરકારી સેકટરમાંથી 0.99 ટકા આવક મળી રહી છે. માલ અને સેવા પર જે કર લગાવવામાં આવે છે. તે માલ પરથી જ મોટા ભાગે આવક થઈ રહી છે. સરકારની કોઈ પણ પોલિસી આવે છે તેની અસર 2થી 3 વર્ષ બાદ જ જોવા મળે છે. 2017માં જે જીએસટી આવ્યું તેની અસર હવે જોવા મળી રહી છે. જીએસટીની પ્રોસેસ પણ ઓનલાઇન થતી હોય છે ત્યારે લોકોએ પણ ઓનલાઇન ટેકનોલોજીને અપનાવી છે.

કચ્છમાં વિવિધ સેક્ટરમાં જીએસટીની આવક (ETV Bharat Gujarat)

મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહત: દેશમાં જે ટેક્સના સ્લેબ બનાવવામાં આવ્યા છે. તે 3 કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે. જેમાં SGST, CGST અને UGST નો સમાવેશ થાય છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની વાત કરવામાં આવે તો જે ટેકસ ગુડસ્ એન્ડ સર્વિસ પર લેવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની આવક ઊભી થઈ રહી છે. પરંતુ ખાદ્યપદાર્થો પર ટેકસ લગાડવામાં આવી રહ્યું છે તે ચિંતાજનક છે. કારણ કે ભારત દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોની સંખ્યા વધારે છે. જો આગમી સમયમાં ખાદ્યપદાર્થો પર લાવવામાં આવતા ટેકસ પર સરકારની કોઈ સકારાત્મક નીતિ બને છે અને ટેકસ સ્લેબમાં રાહત આપવામાં આવશે, તો મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે તે ફાયદાકારક રહેશે.

કચ્છમાં વિવિધ સેક્ટરમાં જીએસટીની આવક (ETV Bharat Gujarat)

વેપારીનો અભિપ્રાય: વેપારી તરીકે જીએસટી અંગે વાતચીત કરતા અનિલ ડાભીએ જણાવ્યું હતું કે, આમ તો જીએસટીથી નાની એવી મુશ્કેલીઓ છે પરંતુ કોઈ તકલીફ પડી રહી નથી. કારણ કે જે જથ્થાબંધ વેપારી હોય છે તે રિટેઇલર વેપારી પાસેથી ટેકસ વસૂલી લેતો હોય છે તો રિટેઇલર વેપારી છે તે ગ્રાહકો પાસેથી ટેકસ વસૂલી લેતો હોય છે. આમ તો છેલ્લે જે મુખ્ય ઉપભોગતા હોય તે પણ ટેકસ ચૂકવતો જ હોય છે માત્ર વેપારીને ટેકસ ચૂકવવાનો હોય છે તેવું નથી હોતું. નાના વેપારીઓ માટે તો 5 ટકા જેટલું જ જીએસટી લાગે છે. નાના વેપારીઓને જીએસટીના કારણે મૂડીમાં વધારો થાય છે. થોડી ઘણી તકલીફો તો છે કે જીએસટી માટે અલગથી સર્વે કરાવવું પડે છે તેમજ કન્સલ્ટન્ટ રાખવું પડતું હોય છે.

કચ્છમાં વિવિધ સેક્ટરમાં જીએસટીની આવક (ETV Bharat Gujarat)

નવા સ્લેબ અને નવી રાહતો મળે: વેપારીઓ માટે એ મોટી બાબત છે કે જીએસટીના કારણે તમામ બિલો પાકા થઈ જતાં સમયસર પેમેન્ટ પણ મળી જતું હોય છે. આગામી સમયમાં નવા યુનિયન બજેટ પહેલા જીએસટીની પણ જે બેઠક થશે તેમાં જો વેપારીઓને રાહત આપવામાં આવે અને સ્લેબમાં પણ ફેરફારો કરવામાં આવશે તો સારું રહેશે. ભારત દેશની આવક અને અર્થતંત્ર માટે જીએસટી ખૂબ સારું છે.

  1. ICAIની CA ફાઈનલની પરીક્ષામાં ઝળક્યો દિલ્હીનો શિવમ મિશ્રા, બન્યો ઓલ ઈન્ડિયા ટોપર - all india topper in icai ca exam
  2. ભારત દેશની વસ્તી ગણતરીમાં વિલંબની અસરો અને શક્યતાઓ-એક વિચક્ષણ સમીક્ષા - The delayed census

ABOUT THE AUTHOR

...view details