મુંબઈ:બ્લેકસ્ટોનની માલિકીની ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) ના શેરોએ શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં સકારાત્મક વ્યાપક બજારમાં સારી શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા)ના શેર 22 %ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા.
IGI શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange) પર રૂપિયા 504.85 પર લિસ્ટ થયા હતા, જે રૂપિયા 417 પ્રતિ શેરના શરૂઆતના પબ્લિક ઓફરિંગ (Initial Public Offering-IPO)ના ભાવ કરતાં 21 ટકાનું પ્રીમિયમ છે. આ શેર NSE (National Stock Exchange) પર ઇશ્યૂ પીસ કરતાં 22.3 ટકા વધ્યો અને 510 પ્રતિ શેર પર જઈને અટક્યો હતો.
જોકે આ વ્યાપાર લિસ્ટિંગ બજારની ધારણા કરતાં નીચું હતું. કારણ કે, શેર ગ્રે માર્કેટમાં ઇશ્યૂ પ્રાઇસના 38 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો.
ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ IPO વિશે જાણીએ:
IGI (International Gemological Institute) (ઈન્ડિયા)ના શેર આજે શેરબજારમાં પ્રથમ વખત ખુલ્યા હતા. IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 397-417 હતી. 4,225 કરોડના મૂલ્યના IPOમાં 35.48 ગણો મજબૂત સબ્સ્ક્રિપ્શન દર જોવા મળ્યો હતો, જેનું શ્રેય લાયક સંસ્થાકીય ખરીદદારોની ઊંચી માંગને જાય છે, જેમણે 48 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ઓફરમાં રૂપિયા 1,475 કરોડનો નવો ઈશ્યુ અને રૂપિયા 2,750 કરોડની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. કંપની IGI બેલ્જિયમ ગ્રૂપ અને IGI નેધરલેન્ડ ગ્રૂપના સંપાદન માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. IGI, જે હીરા અને રંગીન પત્થરો માટે પ્રમાણિત સેવાઓ આપે છે, તેનો વૈશ્વિક સ્તરે 33 ટકા બજાર હિસ્સો છે. એક્સિસ કેપિટલ અને કોટક મહિન્દ્રા કેપિટલ સહિતની ટોચની રોકાણ કંપનીઓએ આ IPOનું સંચાલન કર્યું હતું.
આ પણ વાંચો:
- ઘરે બેઠા PM આવાસ યોજના 2.0 માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
- અમેરિકાના માર્કેટની અસરથી ભારતીય શેર માર્કેટ ધડામ, સેન્સેક્સ અને નિફ્ટમાં સતત ચોથા દિવસે કડાકો