ગુજરાત

gujarat

ETV Bharat / business

Budget 2024 - 25 : વાપી-સરીગામ GIDC ના ઉદ્યોગોએ કેન્દ્રીય બજેટ પર આપી પ્રતિક્રિયા, બેલેન્સ બજેટ ગણાવ્યું - Vapi and Sarigam GIDC

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1લી ફેબ્રુઆરી એ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને સરકારે દેશના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે તેવું ગણાવ્યું છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 5:23 PM IST

Budget 2024 - 25

દમણ : નાણામંત્રીએ આ બજેટમાં ઘણી મહત્વની જાહેરાતો પણ કરી છે. બજેટમાં સામાન્ય અને મધ્યમવર્ગને કોઈ રાહત મળી હોય તેવું જોવા મળી રહ્યું નથી. તેમ છતાં વાપી GIDC અને સરીગામ GIDC ના ઉદ્યોગકારોના મતે મધ્યમ વર્ગને આકર્ષતું બેલેન્સ બજેટ રજૂ કર્યું હોવાનું જણાવ્યું હતું.

બજેટમાં આ બાબતો પર ધ્યાન રખાયું : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઇન્કમટેક્સના સ્લેમમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા સાથે બીજો કોઈ ફેરફાર કર્યો નથી, જે આવકાર્ય પગલું ગણાવ્યું છે. તે ઉપરાંત પર્યાવરણ ને ધ્યાને રાખી સૌર ઊર્જા અને EV વાહનોમાં વિશેષ જાહેરાત કરી છે. ખેડૂતો અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ જોગવાઈ ની વાત કરવામાં આવી છે.

સેકટરમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા : આ ઉપરાંત દેશમાં શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો હોવાનું પ્રતીત થતું હોવાની વાત ઉદ્યોગકારોએ કરી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી આવી રહી હોય અને આ વચગાળાનું બજેટ હોય દરેક સેકટર માં નવી જાહેરાત કરવાને બદલે મોટા ફેરફાર વગર નું બજેટ રજૂ કર્યું છે.

  1. Budget 2024 25 : કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ માટે નિરાશા જનક રહ્યું, જાણો પ્રતિક્રિઆઓ...
  2. Sports Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે શા માટે આર પ્રજ્ઞાનંધનો ઉલ્લેખ કર્યો, જાણો કારણ

ABOUT THE AUTHOR

...view details