હૈદરાબાદ: ભારતની સૌથી વધું પસંદગીની એરલાઈન કંપની ઈન્ડિગો પોતાના ગ્રાહકો માટે એક એવી ઓફર લઈને આવી છે. જેને સાંભળીને તમે ચૌંકી જશો, ઈન્ડિગોએ પોતાની 'ગેટઅવે સેલ'ની જાહેરાત કરી છે. જેની હેઠળ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 23થી 26 જાન્યુઆરી 2025 સુધી ચાલશે, એટલે કે તમારી પાસે પોતાની યાત્રાની યોજના બનાવવાનો સમય છે.
આ સેલનું સૌથી મોટું આકર્ષણ એ છે કે, ડોમેસ્ટિક ફ્લાઈટ માત્ર રુ. 1.499થી શરુ કરવામાં આવી રહી છે, જો કે, દિલ્હી-પટના એક્સપ્રેસમાં AC 3 ટિયરના ભાડાથી પણ ઓછું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું શરુઆતી ભાડું રુ. 4.999 રાખવામાં આવ્યું છે. આ ઓફર ફક્ત બુકિંગ પર જ લાગૂ થશે. જે યાત્રાના 15 દિવસ પહેલા કરવામાં આવશે.
હેરાન કરી દેનારી તુલના
જો તમે નવી દિલ્હીથી પટનાની મુસાફરી કરવા માટે રાજધાની એક્સપ્રેસ પર વિચાર કરી રહ્યા છો, તો તમે AC 3 ટિયર માટે રુ. 2.830, AC 2 ટિયર માટે રુ. 3.790 અને ફર્સ્ટ ક્લાસ માટે રુ. 4.360નો ખર્ચો કરવો પડશે. ત્યાં જ ઈન્ડિગોની 'ગેટઅવે સેલ'માં તમે રુ. 1.499માં હવાઈ મુસાફરીનો આનંદ ઉઠાવી શકો છો.
ફક્ત ઉડાન જ નહી પરંતુ બીજુ ઘણું બધું
ઈન્ડિગોએ પોતાના ગ્રાહકોના અનુભવને વધું શ્રેષ્ઠ બનાવવા માટે વિવિધ એડ ઓન સુવિધાઓ પર પણ સર્વશ્રેષ્ઠ છૂટ આપી છે. જેમાં પ્રી પેડ સિવાય વધુનો સામાન (15 કિગ્રા, 20 કિગ્રા અને 30 કિગ્રા) પર 15 %નું ડિસ્કાઉન્ટ શામેલ છે. તેની સાથે જ તમે તમારી પસંદગીની સ્ટાન્ડર્ડ સીટની પસંદગી કરવા પર 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
આ સિવાય, તમે તમારી ફ્લાઈટ પહેલા ભોજન બુક કરો છો, તો તમને 10%નું ડિસ્કાઉન્ટ મળશે. 6E પ્રાઇમ અને 6E સીટ એન્ડ ઈટ સેવાઓ પર 30% સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. જો તમે ફાસ્ટ ફોરવર્ડ સેવાઓ અને વધારાની લેગરુમ વાળી આપાતકાલીન સીટોનો લાભ મેળવવા ઈચ્છો છો, તો તમને તેના પર 50 %નું ડિસ્કાઉન્ટ મળશે. આ સેવાઓને તમે તમારી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે રુ. 599 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે રુ. 699 માં મેળવી શકો છો.
બેંકની ઓફર્સનો લો લાભ
ઈન્ડિગોએ પોતાના ગ્રાહકો માટે વિશેષ બેંક ઓફર્સ પ્રસ્તુત કરી છે. જો તમારી પાસે અમેરીકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ છે, તો 24 જાન્યુઆરી 2025 સુધી તમને 20% સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે, ત્યાં જ ફેડરલ બેંકનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર 15% અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 10 % સુધીનું ડિસ્કાઉન્ટ 28 જાન્યુઆરી સુધીમાં મેળવી શકો છો.
આ પણ વાંચો:
- મોંઘવારી વચ્ચે Amulએ દૂધના ભાવ ઘટાડીને ગ્રાહકોને આપી રાહત, જાણો દૂધનો નવો ભાવ
- BSNLનો સસ્તો રિચાર્જ પ્લાન, સિમ 10 મહિના સુધી એક્ટિવ રહેશે, ફ્રી કોલિંગ અને ડેટા