નવી દિલ્હી :છેલ્લા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. પ્રથમ વખત ફોરેન એક્સચેન્જ રિઝર્વનો ભંડાર 700 અબજ ડોલરને પાર કરી ગયો છે. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત સાતમા સપ્તાહમાં વધારો થયો છે. પાકિસ્તાનના મુદ્રા ભંડારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
FER માં નોંધપાત્ર વધારો :રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બર 2024માં ભારતની વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત 700 બિલિયન ડોલરના આંકને વટાવી ગયો હતો. હાલમાં અનામત 704.885 બિલિયન ડોલર છે, જેમાં ગયા સપ્તાહની સરખામણીએ 12.588 બિલિયન ડોલરનો વધારો છે.
પ્રથમવાર 700 બિલિયન ડોલર પાર :માર્ચ 2024 ના અંતથી 58.466 બિલિયન અને ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 117.977 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ સાથે ભારત વિદેશી મુદ્રા ભંડારમાં 700 અબજ ડોલરને પાર કરનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ચીન, જાપાન અને સ્વિત્ઝર્લેન્ડ હાલમાં ભારત કરતાં આગળ છે.
નોંધપાત્ર વધારાનું કારણ ?વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારા આ વર્ષે અત્યાર સુધીમાં 30 બિલિયન ડોલરના વિદેશી રોકાણ સહિત અનેક પરિબળોને કારણે થયો છે. આ મુખ્યત્વે જેપી મોર્ગન ઇન્ડેક્સમાં તેના સમાવેશને પગલે સ્થાનિક બોન્ડમાં રોકાણને કારણે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે પણ મોટા ફોરેક્સ બફર બનાવવાની જરૂરિયાતનો વારંવાર ઉલ્લેખ કર્યો છે, જે ઉચ્ચ બજારની અસ્થિરતાના સમયગાળા દરમિયાન જીવન બચાવી શકે છે. બેન્ક ઓફ અમેરિકાએ પહેલાથી જ અનુમાન લગાવ્યું હતું કે, માર્ચ 2026 સુધીમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર વધીને 745 બિલિયન ડોલર થઈ શકે છે.
- શેરબજારમાં NSE-BSE દ્વારા ટ્રાન્ઝેક્શન શુલ્કમાં ફેરફાર
- હવે માત્ર ₹100 થી મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરી શકો છો