ગુજરાત

gujarat

ETV Bharat / business

ફક્ત એક OTP થી તમારું બચત ખાતું ઘરે જ ખુલશે, જાણો કઈ રીતે - OPEN SAVINGS ACCOUNT ONLINE

IOB એ ગ્રાહકો માટે બેંકિંગ સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આધાર OTP-આધારિત એકાઉન્ટ ઓપનિંગ અને એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) બેંકિંગ શરૂ કર્યું છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (Getty Image)

By ETV Bharat Gujarati Team

Published : Feb 19, 2025, 11:03 AM IST

નવી દિલ્હી:ડિજિટલાઈઝેશનના વધતા જતા ચલણ સાથે હવે લગભગ દરેક કામ તમારી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. પૈસા ટ્રાન્સફર કરવાથી લઈને લોન માટે અરજી કરવા સુધી લગભગ દરેક કામ ઘરે બેસીને કરી શકાય છે. આ સિવાય તમે ઓનલાઈન સેવિંગ્સ એકાઉન્ટ પણ ખોલી શકો છો. ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IO)B એ IOB ઇન્સ્ટા ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમની જાહેરાત કરી છે, જેના હેઠળ માત્ર આધાર OTP દ્વારા ઓનલાઈન એકાઉન્ટ ખોલી શકાય છે.

IOB ઇન્સ્ટા ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાની પાત્રતા

  • કોઈપણ વ્યક્તિ જેની પાસે માન્ય આધાર અને પાન કાર્ડ છે.
  • ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • આ સ્કીમ માત્ર 'નવી બેંક ગ્રાહકો' માટે છે.
  • ગ્રાહકો પાસે કોઈપણ અન્ય બેંક/નાણાકીય સંસ્થામાં OTP-આધારિત આધાર વેરિફિકેશન-આધારિત ખાતું હોવું જોઈએ નહીં.
  • ગ્રાહકો માત્ર એક ઇન્સ્ટા ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ જાળવી શકે છે અને અન્ય કોઈ એકાઉન્ટ નથી.
  • જેઓ IOB સાથે ઓનલાઈન ખાતું ખોલવા માગે છે તેમની પાસે માન્ય આધાર અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) હોવો આવશ્યક છે. તેમજ તેમની પાસે આધાર સાથે લિંક થયેલો સક્રિય સ્થાનિક મોબાઈલ નંબર અને એક સક્રિય ઈમેલ એડ્રેસ હોવો જોઈએ.

જાણવા જેવી અગત્યની બાબતો

  • ગ્રાહકોએ એ પણ નોંધવું જોઈએ કે, ખાતું એક જ નામે ખોલી શકાય છે અને માત્ર તેઓ જ તેને ઓપરેટ કરી શકે છે.
  • ખાતાની અવધિ મહત્તમ એક વર્ષ સુધીની જ હોઈ શકે છે.
  • તે પછી, ગ્રાહક દ્વારા પસંદ કરાયેલ અન્ય કોઈપણ એસબી સ્કીમમાં એકાઉન્ટ નંબર ચાલુ રાખી શકાય છે.
  • ઉપરાંત, આ ખાતા પર પણ ફી અને શુલ્ક લાગુ થશે.
  • આ રેગ્યુલર એસબી એકાઉન્ટ જેવું જ હશે.
  • પ્રતિ ટ્રાન્ઝેક્શન 49,999 રૂપિયાની ટ્રાન્ઝેક્શન લિમિટ હશે.
  • ઉપરાંત, શાખામાં રોકડ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ગ્રાહકોને ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, IMPS અને UPI ટ્રાન્ઝેક્શન્સ તેમજ SMS ચેતવણીઓ જેવી તમામ મૂળભૂત સુવિધાઓની ઍક્સેસ હશે. ગ્રાહકોને RuPay ક્લાસિક/પ્લેટિનમ ડેબિટ કાર્ડ મળશે.

આ પણ વાંચો:

  1. આજે ફરી શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 350 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 22,828 પર
  2. શું ભારત આવી રહી છે Tesla કંપની! PM મોદી સાથે મુલાકાત બાદ નોકરી માટે ભરતી શરૂ કરી

ABOUT THE AUTHOR

...view details