મુંબઈઃ સેબી બોર્ડના ચેરપર્સન માધવી પુરી બુચની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. હિંડનબર્ગે ફરી એકવાર માધવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હિંડનબર્ગે આરોપ મૂક્યો છે કે, સેબીના અધ્યક્ષ, હોલ-ટાઇમ મેમ્બર (ડબ્લ્યુટીએમ) તરીકે કામ કરતી વખતે, તેમની ખાનગી કન્સલ્ટિંગ ફર્મ દ્વારા કેટલીક લિસ્ટેડ કંપનીઓ પાસેથી ચૂકવણાઓ મેળવે છે. આ કન્સલ્ટિંગ ફર્મમાં માધવી બુચનો 99 ટકા હિસ્સો છે. હિન્ડેનબર્ગના જણાવ્યા અનુસાર સેબીના અધ્યક્ષે કુલ 4 મોટી અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લીધું હતું.
તમામ મુદ્દે બૂચનું અઠવાડિયાથી મૌનઃ વિપક્ષી કોંગ્રેસ દ્વારા કરાયેલા તાજેતરના આક્ષેપોના જવાબમાં, ન્યૂયોર્ક-હેડક્વાર્ટર ધરાવતા હિંડનબર્ગ રિસર્ચે બુધવારે જણાવ્યું હતું કે, સેબીના વડા માધવી પુરી બુચે કેટલાંક સપ્તાહોથી તેમની સામેના આરોપો અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. શોર્ટસેલરે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું હતું કે બૂચે કેટલાક અઠવાડિયા સુધી તમામ ઉભરતા મુદ્દાઓ પર સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું હતું.