ગુજરાત

gujarat

ETV Bharat / business

EPFOએ કરોડો સભ્યોને આપ્યા સારા સમાચાર, હવે પ્રોફાઈલ ઓનલાઈન અપડેટ થશે, સમયની બચત થશે - EPFO Profile Data Online Update - EPFO PROFILE DATA ONLINE UPDATE

EPFOએ એક નવી ઓનલાઈન સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા PF સભ્યો તેમની પ્રોફાઇલમાં નામ અને આધાર વિગતો જેવા સુધારા ઓનલાઈન જ કરી શકે છે. આ ડેટા સામાજિક સુરક્ષા લાભોના ચોક્કસ વિતરણમાં મદદ કરે છે. આ વિશે જાણવા માટે વાંચો આ અહેવાલ. EPFO Profile Data Online Update

EPFO દ્વારા થઈ જાહેરાત, હવે PF સભ્યો તેમના પ્રોફાઇલ ડેટાને અપડેટ કરી શકે ઓનલાઇન ​​
EPFO દ્વારા થઈ જાહેરાત, હવે PF સભ્યો તેમના પ્રોફાઇલ ડેટાને અપડેટ કરી શકે ઓનલાઇન ​​ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 4:53 PM IST

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એક મોટું અપડેટ કર્યું છે. આ નવા અપડેટ પ્રમાણે પીએફના સભ્યો તેમના પ્રોફાઇલ ડેટાને ઓનલાઈન જ અપડેટ અથવા સુધારી શકે છે. આ મુદ્દે EPFOએ જણાવતા કહ્યું હતું કે, "PF સભ્યો હવે તેમના ડેટામાં ફેરફાર અથવા સુધારા માટે ઑનલાઇન અરજી કરી શકે છે. અને તે સંબંધિત નિયત દસ્તાવેજો અપલોડ કરી શકે છે."

નવી સોફ્ટવેર કાર્યક્ષમતા શરૂ કરી:તમને જણાવી દઈએ કે, EPFO ​​એ PF સભ્યો માટે નામ, લિંગ, જન્મ તારીખ, માતા-પિતાનું નામ, વૈવાહિક સ્થિતિ, રાષ્ટ્રીયતા અને આધાર વગેરે જેવી પ્રોફાઇલ અપડેટ/સુધારવા માટે તેની વેબસાઇટ પર એક નવી સોફ્ટવેર કાર્યક્ષમતા શરૂ કરી છે.

EPFO હવે ડિજિટલ ઓનલાઈન મોડમાં શરૂ:EPFOએ વધુમાં જણાવતા કહ્યું છે કે, આમ, 22 ઓગસ્ટ, 2023ના રોજ EPFO ​​દ્વારા જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) દ્વારા સભ્યોની પ્રોફાઇલ્સમાં ડેટાની અખંડિતતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. EPFO દ્વારા હવે તેને ડિજિટલ ઓનલાઈન મોડમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જાણવા જેવી બાબત એ છે કે, સભ્યોએ પહેલેથી જ આ નવી સુવિધાનો ઉપયોગ કરીને તેમની વિનંતીઓ જમા કરવાનું શરૂ કરી દીધું છે, જેમાંથી લગભગ 40,000 ને EPFOની પ્રાદેશિક કચેરીઓ દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે.

આશરે 87 લાખ દાવાઓ પ્રાપ્ત થયા: હાલમાં, લગભગ 7.5 કરોડ સભ્યો દર મહિને પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને વીમા યોજનાઓમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે. EPFOએ જણાવ્યું છે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં, આશરે 87 લાખ દાવાઓ સામાજિક સુરક્ષા લાભોના સ્વરૂપમાં પ્રાપ્ત થયા છે, જેમ કે આવાસ માટે એડવાન્સ, બાળકોના મેટ્રિક પછીનું શિક્ષણ, લગ્ન, બીમારી, અંતિમ ભવિષ્ય નિધિ સેટલમેન્ટ, પેન્શન, વીમો વગેરે સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે.

યુનિવર્સલ એકાઉન્ટ નંબરને માન્ય કરે: આ ઉપરાંત સંસ્થાએ જણાવ્યું હતું કે, સભ્યો આ લાભોનો ઓનલાઈન દાવો કરે છે, જે એક મજબૂત કમ્પ્યુટર સોફ્ટવેર એપ્લિકેશન દ્વારા શક્ય બને છે. જે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)માં સભ્યના ડેટાને માન્ય કરે છે.

  1. IIT મદ્રાસમાં પ્રોવિઝનલ 'આન્સર કી' બહાર પડી, શું આ વખતે બોનસ માર્ક્સ મળશે કે પછી પ્રશ્નો છોડી દેવામાં આવશે, જાણો - JEE ADVANCED 2024
  2. DUમાં સ્નાતક માટે એડમિશન લેવું છે ? અનામત વર્ગ અને સ્પોર્ટ્સ ક્વોટાના આ પ્રમાણપત્રો માન્ય રહેશે - undergraduate admission in du

ABOUT THE AUTHOR

...view details