નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 લાવી છે. જેમાં લોકોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. ઓગસ્ટ 2024 ના રોજ, કેન્દ્રીય કેબિનેટે શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા (EWS) અને મધ્યમ વર્ગના પરિવારો માટે PMAY 2.0 ને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રતિ યુનિટ 2.30 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવશે. આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં છેલ્લા તબક્કામાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી. 85.5 લાખથી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે.
આ યોજના ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે જેમ કે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન (BLC), એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP), એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH) અને વ્યાજ સબસિડી સ્કીમ (ISS). પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો