નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ શનિવારે કહ્યું હતું કે 'વિકસિત ભારત'નું લક્ષ્ય હાંસલ કરવાની ચાવી 'કામની ગુણવત્તા' છે, 'કામની માત્રા' નહીં. તેમણે દેશના ટોચના કોર્પોરેટ નેતાઓ દ્વારા શરૂ કરાયેલ વર્કિંગ-અવર બેલેન્સ પર ચાલી રહેલી ચર્ચા પર વાત કરી હતી.
રાષ્ટ્રીય રાજધાનીમાં 'ડેવલપ ઈન્ડિયા યુથ લીડર્સ ડાયલોગ 2025' (Develop India Youth Leaders Dialogue 2025) ઈવેન્ટમાં મહિન્દ્રાએ સંબોધન આપતા કહ્યું કે, 'ચર્ચા ખોટી દિશામાં જઈ રહી છે. તેમને કહ્યું કે, “હું નારાયણ મૂર્તિ અને અન્ય કોર્પોરેટ નેતાઓનું ખૂબ સન્માન કરું છું. હું કહું છું કે આપણે કામની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ, કામના જથ્થા પર નહીં. આથી આ વાત તે 70 કે 90 કલાક કામ કરવા વિશે નથી."
આનંદ મહિન્દ્રાએ વધુમાં કહ્યું કે, તે વર્ક આઉટપુટ પર નિર્ભર કરે છે અને "તમે 10 કલાકમાં દુનિયા બદલી શકો છો." જ્યારે પૂછવામાં આવ્યું કે, તે કામમાં કેટલા કલાક રાખે છે, તો તેમણે કહ્યું કે, "હું નથી ઈચ્છતો કે કોઈ મારા કામ બાબતે સમય કેટલો કાઢ્યો કે કામનો જથ્થા કેટલો કર્યો તે વિશે પૂછે. મને પૂછો કે મારા કામની ગુણવત્તા શું છે.
તેમના મતે, તેમની નવીનીકરણીય ઉર્જાનો સ્ત્રોત "યુવાનો સાથે વાતચીત કરીને તેમની બેટરી રિચાર્જ" કરવાનો છે. "આજે, હું મારી બધી અપેક્ષાઓ પર જીવી ગયો છું, તેથી મારી બેટરી સંપૂર્ણ રીતે ચાર્જ થઈ ગઈ છે." વર્ક-લાઇફ બેલેન્સનો વિવાદ આ અઠવાડિયે શરૂ થયો જ્યારે L&Tના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમે કર્મચારીઓને રવિવાર સહિત અઠવાડિયામાં 90 કલાક કામ કરવાનું સૂચન કર્યું હતું. ટીકાનો સામનો કર્યા પછી, કંપનીએ કહ્યું કે, ચેરમેનની ટિપ્પણીઓ રાષ્ટ્ર નિર્માણની મોટી મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.
બોલિવૂડની સુપરસ્ટાર દીપિકા પાદુકોણથી લઈને આરપીજી ગ્રુપના અધ્યક્ષ હર્ષ ગોએન્કા સુધીની ટોચની હસ્તીઓએ સુબ્રમણ્યમની ટિપ્પણીની નિંદા કરી હતી. આ દરમિયાન, યુવા બાબતોનો વિભાગ 10-12 જાન્યુઆરીના રોજ ભારત મંડપમ ખાતે 'ડેવલપ ઈન્ડિયા યુથ લીડર્સ ડાયલોગ'નું આયોજન કરી રહ્યું છે. આ ઇવેન્ટ નેશનલ યુથ ફેસ્ટિવલનું સુધારેલું સંસ્કરણ છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને 'વિકસિત ભારત' માટે નવીન ઉકેલો રજૂ કરવા માટે એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ પણ વાંચો:
- બુર્જ ખલીફાને ટક્કર ! ભારતમાં બનવા જઈ રહી છે આલીશાન ઈમારત, ફ્લેટની કિંમત જાણીને તમે ચોંકી જશો
- બેંક કર્મચારીઓ 2 દિવસની દેશવ્યાપી હડતાળ પર ઉતરશે! ફટાફટ પતાવી લો તમારા કામ