મુંબઈ :આજે 4 ફેબ્રુઆરી, મંગળવારના રોજ ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્લું છે. BSE Sensex 501 પોઈન્ટના ઉછાળા સાથે 77,687 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty 148 પોઈન્ટના વધારા સાથે 23,509 પર ખુલ્યો હતો.
ભારતીય શેરબજાર :આજે 4 ફેબ્રુઆરી, મંગળવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત વલણ સાથે ખુલ્યા છે. BSE Sensex ગત 77,186 બંધ સામે 501 પોઈન્ટના ઉછાળા સાથે 77,687 ના મથાળે ખુલ્યો છે. શરુઆતી કારોબારમાં જ સેન્સેક્સ 77,760 ની હાઈ બનાવી છે. બીજી તરફ NSE Nifty ગત 23,361 બંધ સામે 148 પોઈન્ટના વધારા સાથે 23,509 પર ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં જ સેન્સેક્સ 23,534 ની હાઈ બનાવી છે.
સ્ટોકની સ્થિતિ : આજે ભારતીય શેરબજાર રોનક સાથે કારોબાર કરી રહ્યું છે. આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીમાં લાર્સન (2.67), ઇન્ફોસિસ (2.17), ટાટા મોટર્સ (2.07), ICICI બેંક (1.96) અને SBI (1.84)ના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ પાવર ગ્રીડ કોર્પ (-1.71), HUL (-1.26), નેસ્લે (-0.84), ITC (-0.72) અને એશિયન પેઇન્ટ્સ (-0.71) ના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.
સોમવારનો કારોબાર :ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે, શેરબજારમાં ભારે ઘટાડા સાથે વેપાર થયો અને બજાર રેડ ઝોનમાં બંધ થયું. BSE Sensex 319 પોઈન્ટના ઘટાડા સાથે 77,186.74 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE Nifty 0.52 ટકાના ઘટાડા સાથે 23,361.05 પર બંધ થયો હતો.
- ખુશખબર! આ 5 બેંકોએ FD પર વ્યાજના રેટ વધાર્યા, હવે કેટલું રિટર્ન મળશે?
- IRCTC 'ઈ-વોલેટ' સુવિધાથી ટ્રેન ટિકિટ બુક કરવી સરળ, કેવી રીતે બુક કરવી?