હૈદરાબાદ: ઉત્તરભારત ખાસ કરીને હિન્દીભાષી રાજ્યોમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આજે શ્રાવણ મહિનાની શરૂઆત અને પહેલો શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શિવભક્તો છે. આ અવસર પર દેવઘરના બાબા બૈદ્યનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. કેટલાંક ભાવિકો મોડી રાત્રિથી બાબાના દર્શન કરવા માટે કતારમાં ઉભી ગયા હતાં. જ્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.
ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારનું વ્રત પણ છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. ભગવાન શિવ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવનું સાસરી નિવાસ ઉત્તરાખંડના હરિદ્વારમાં છે. શ્રાવણ માસ દરમિયાન, ભોલેનાથ પોતાના સાસરિયા કનખલમાં રોકાણ કરે છે.
મહાકાલની નગરી ઉજ્જૈનમાં શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી.