ગુજરાત

gujarat

જાણો કેમ વાદળ ફાટે છે ? વાદળ ફાટવાની ભવિષ્યવાણી કરવી કેમ મુશ્કેલ છે ? - what is cloudburst

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 10:28 AM IST

જ્યારે વાદળો ફાટે છે, ત્યારે થોડા જ સમયમાં ભારે વરસાદ ખાબકે છે. જો 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એક કલાકમાં 10 સેમી કે તેથી વધુ વરસાદ પડે તો તેને ક્લાઉડબર્સ્ટ એટલે કે વાદળ ફાટ્યુ કહેવામાં આવે છે. what is cloudburst

વાદળ ફાટવાની ઘટના
વાદળ ફાટવાની ઘટના (Etv Bharat Graphics Team)

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના શિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં ગુરુવારે સવારે વાદળ ફાટવાને કારણે બે લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો લાપતા છે. વાદળ ફાટવાથી ત્રણેય જિલ્લામાં ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન, અધિકારીઓએ કુલ્લુ અને મંડીમાં તમામ શાળાઓ અને કોલેજોને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે NDRF, SDRF, DC અને અધિકારીઓ સ્થળ પર હાજર છે. અમે અધિકારીઓને તમામ વ્યવસ્થા કરવા સૂચના આપી છે. અમે સેનાની મદદ પણ માંગી છે. આ ઉપરાંત એરફોર્સને પણ તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

વાદળ ફાટવું (ક્લાઉડબર્સ્ટ) શું છે?

વાદળ ફાટવું ( ક્લાઉડબર્સ્ટ) એટલે એક જ સ્થળ ભારે વરસાદ પડવો તેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે જે બહુ થોડા સમય માટે જ થાય છે. સામાન્ય રીતે વાદળ ફાટવું પર્વતીય વિસ્તારોમાં વધુ થાય છે, પરંતુ ક્યારેક તે મેદાની વિસ્તારોમાં પણ થઈ શકે છે. હિમાલય અથવા પશ્ચિમ ઘાટના પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. આ ત્યારે થાય છે જ્યારે ગરમ ચોમાસાના પવનો ઠંડા હવા સાથે મળીને મોટા વાદળો બનાવે છે.

ભારે વરસાદના તમામ કિસ્સાઓને વાદળ ફાટવું ન કહી શકાય, પરંતુ જો 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ક્યાંક એક કલાકમાં 10 સેમી કે તેથી વધુ વરસાદ પડે તો તેને વાદળ ફાટવું કહી શકાય.

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી તારાજી (Etv Bharat)

કેમ ફાટે છે વાદળ ?

વાદળ ફાટવાની ઘટનાઓ ઘણી વખત ભારે ગર્જના સાથે પડતા વરસાદ દરમિયાન થાય છે. આ સ્થિતિમાં, ભેજવાળા વાદળો એક જગ્યાએ મોટી માત્રામાં એકઠા થાય છે અને પાણીના ટીપાં એક સાથે ભળી જાય છે. આ ટીપાંના વધુ વજનને કારણે, વાદળની ઘનતા વધે છે અને અચાનક ભારે વરસાદ શરૂ થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે ગરમ હવાનો પ્રવાહ વરસાદના ટીપાં સાથે જોડાય છે અને સામાન્ય પ્રવાહમાં અવરોધ ઉભો કરે છે, જેના કારણે પાણી એકઠું થાય છે અને વાદળ ફાટે છે.

હિમાચલના મંડીમાં આભ ફાટ્યું (Etv Bharat)

શું વાદળ ફાટવાની આગાહી કરી શકાય છે?

વાદળ ફાટવું એ હવામાનની અણધારી ઘટના છે. વાદળ ફાટવાથી પૂર આવી શકે છે, જે પાણીના પ્રવાહ સાથે મોટી માનવ વસાહતોને પણ તાણી જાય છે. આ પૂર વૃક્ષો ઉખડી શકે છે અને પથ્થરો અને અન્ય કાટમાળનું પણ વહન કરી શકે છે. નીચે જતા સમયે, પાણી તેજ પ્રવાહ અને તાકત મેળવે છે અને તેના માર્ગમાંની દરેક વસ્તુને જમીનદોસ્ત કરી શકે છે. વાદળ ફાટવાથી પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થઈ શકે છે, જ્યારે તે મેદાની વિસ્તારોમાં ઝડપી પૂરનું કારણ બની શકે છે. સામાન્ય રીતે હિમાલયના પ્રદેશમાં, મોટા ભાગના વાદળ ફાટવા નાની ખીણોમાં થાય છે, તેથી ડોપ્લર રડાર સાથે પણ તેની આગાહી કરવી મુશ્કેલ છે.

હિમાચલમાં કેમ વારંવાર ફાટે છે વાદળ ?

વાદળ ફાટવું એ કોઈ અસામાન્ય ઘટના નથી. આવી ઘટનાઓ મોટાભાગે હિમાલયના રાજ્યોમાં થાય છે, જ્યાં સ્થાનિક ટોપોલોજી, પવન પ્રણાલી અને નીચલા અને ઉપરના વાતાવરણ વચ્ચેના તાપમાનનો ઢાળ આવી ઘટનાઓ માટે અનુકૂળ છે.

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાનું નિવેદન

આ સંદર્ભમાં, ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હિમાલય અથવા પશ્ચિમ ઘાટ પર્વતીય પ્રદેશોના નાના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ બને છે. તેમણે કહ્યું કે જ્યારે ચોમાસાના ગરમ પવનો ઠંડા પવનોના સંપર્કમાં આવે છે ત્યારે તે મોટા કદના વાદળો બનાવે છે.

આ પ્રકારના વાદળોને ગાઢ ઘેરા કાળા વાદળ કહેવામાં આવે છે અને તે 13-14 કિમીની ઊંચાઈએ હોઈ શકે છે. જો આ વાદળો કોઈ ચોક્કસ વિસ્તારમાં અટકી જાય છે અથવા તેમને વિખેરવા માટે પૂરતો પવન નથી મળતો તો તે ચોક્કસ વિસ્તારમાં અટકી પડે છે અને વરસી પડે છે. -મહેશ પલવત, સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ

  1. વાયનાડમાં રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ, ભૂસ્ખલન દૂર્ટનામાં મૃતકોનો આંક 292 પર પહોંચ્યો - Wayanad Landslides Updates
  2. હિમાચલ પ્રદેશ મોટી હોનારાત, રામપુરના સમેજ ખડ્ડમાં વાદળ ફાટ્યુ, 32 લોકો ગૂમ - cloudburst in shimla

ABOUT THE AUTHOR

...view details