વાયનાડ: વાયનાડના કેટલાંક ગામોમાં ભારે વરસાદ બાદ થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે મોટી તારાજી સર્જાય છે. ઘટના બાદથી યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે ગુરુવારે પણ યથાવત રહી હતી જોકે, બચાવ કામગીરીનો ત્રીજા દિવસે ચાઓછામાં ઓછા 23 બાળકો અને 70 મહિલાઓ સહિત 292 જેટલાં લોકો મૃત્યુ પામ્યા હોવાનું જણાયું છે. જોકે કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર, હાલમાં મૃત્યુઆંક 308 છે અને વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત ચુરામાલામાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
મંગળવારે (30 જુલાઈ) સવારે થયેલા વિનાશક ભૂસ્ખલનમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે લગભગ 200થી વધુ લોકો ગુમ થયા હતા . બચાવ ટીમો કાટમાળ ખોદીને મૃતદેહોની શોધ કરી રહ્યા હતાં.
મળતા અહેવાલો મુજબ, ઓછામાં ઓછા 100 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે અને શરીરના ભાગો સહિત 219 અવશેષોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે. આપત્તિ પ્રભાવિત વિસ્તારોમાંથી 221 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને તેમાંથી 91 હજુ પણ સારવાર હેઠળ છે.
ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડમાં ઘણા લોકો ગુમ છે, જ્યાં બચાવ ટુકડીઓ પાણી ભરાયેલી માટી સહિત પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે, કારણ કે તેઓ બચી ગયેલા લોકો અથવા તો ફસાયેલા કે મૃતદેહોની શોધમાં કાટમાળમાં ફેરવાયેલા મકાનો અને ઇમારતોમાં શોધોળ કરી રહ્યાં છે.
મુશળધાર વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન થતા મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા જેવા ગામોમાં મોતના તાંડવથી શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મંગળવારે મોડી રાતે 2 કલાકે અને વહેલી સવારે 4.10 કલાકે ભૂસ્ખલન થયું હતું, ત્યારે લોકો સૂતા હતા અને અચાનક આફત ત્રાટકતા મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી.
- કેરળ લેન્ડસ્લાઈડ દુર્ઘટના: પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું- મારા પિતાના મૃત્યુ પર મને જેવો અનુભવ થયો હતો આજે હું તેવો જ અનુભવ કરું છું - Wayanad Landslide
- હિમાચલ પ્રદેશ મોટી હોનારાત, રામપુરના સમેજ ખડ્ડમાં વાદળ ફાટ્યુ, 32 લોકો ગૂમ - cloudburst in shimla