ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ઓલ આઈઝ ઓન રફાહ' હેઝટેગે ઈન્ટરનેટ પર તોફાન મચાવ્યું, જાણો આ વાયરલ ફોટો પાછળની સ્ટોરી - All Eyes On Rafah

ઇન્સ્ટાગ્રામ પર 44 મિલિયનથી વધુ શેર સાથે "ઓલ આઇઝ ઓન રફાહ" ઇમેજ વાયરલ થઈ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓએ આ તસવીર શેર કરી અને #alleyesonrafah સમર્થન કર્યું છે. જુઓ આ વાયરલ ફોટો પાછળની સ્ટોરી... viral all eyes on rafah takes internet by storm

'ઓલ આઈઝ ઓન રફાહ' હેઝટેગે ઈન્ટરનેટ પર તોફાન મચાવ્યું
'ઓલ આઈઝ ઓન રફાહ' હેઝટેગે ઈન્ટરનેટ પર તોફાન મચાવ્યું (Instagram)

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 12:51 PM IST

હૈદરાબાદ : ગાઝામાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના વિનાશક હવાઈ હુમલાના પગલે "ઓલ આઈઝ્ ઓન રફાહ" કેપ્શનવાળા એક ફોટાએ સોમવારથી 44 મિલિયનથી વધુ શેર સાથે ઇન્સ્ટાગ્રામ પર તોફાન મચાવ્યું છે. આ ફોટોમાં રણના વિશાળ વિસ્તરામાં તંબુઓની પંક્તિઓ પર પંક્તિઓથી પથરાયેલી દર્શાવી છે, જે હજારો પેલેસ્ટિનિયનોની કરુણ સ્મૃતિ આપે છે, જેમણે હમાસ સામે ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી દરમિયાન કેમ્પમાં આશ્રય મેળવ્યો હતો.

સેલિબ્રિટીનું સમર્થન:ચિલી-યુએસ એક્ટર પેડ્રો પાસ્કલ, સુપરમોડેલ બેલા અને ગીગી હદીદ અને ફ્રેન્ચ ફૂટબોલ સેન્સેશન ઓસ્માન ડેમ્બેલે સહિતની સેલિબ્રિટીએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર આ તસવીર શેર કરી છે. આ સાથે આ તસવીર ઊંડે સુધી ગુંજી ઉઠી છે. આ ઉપરાંત ભારતીય સેલિબ્રિટીઝમાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન અને સોનમ કપૂર, સમંથા રુથ પ્રભુ, વરુણ ધવન, હિના ખાન, કોંકણા સેન શર્મા, એટલી, દુલકર સલમાન, વીર દાસ, દિયા મિર્ઝા, તૃપ્તિ ડિમરી, શિલ્પા રાવ, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ સહિત અસંખ્ય અન્ય લોકોએ સમર્થન કર્યું હતું.

10 લાખ હિટ્સ :ઇન્સ્ટાગ્રામ ઉપરાંત "ઓલ આઇઝ ઓન રફાહ" વાક્યને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ભારે પ્રતિસાદ મળ્યો છે. એક ઓનલાઈન પોર્ટલ અનુસાર X પર હેશટેગ #alleyesonrafah એ લગભગ 10 લાખ હિટ્સ મેળવ્યા છે. તદુપરાંત, માત્ર ત્રણ દિવસમાં પ્લેટફોર્મ પર ઘટના વિશે પોસ્ટ કરવામાં આવેલા આશ્ચર્યજનક 27.5 મિલિયન મેસેજ મળ્યા છે.

ઈઝરાયેલી હુમલો : ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે કેમ્પ પર ઇઝરાયેલી હવાઈ હુમલાના પરિણામે વિનાશક આગમાં 45 લોકોના મોત થયા અને 249 અન્ય ઘાયલ થયા હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું છે કે, તેણે બે ઉચ્ચ કક્ષાના હમાસ આતંકવાદીઓને નિશાન બનાવીને મારી નાખ્યા હતા. દરમિયાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ ઘટનાને "દુઃખદ અકસ્માત" ગણાવી અને ખાતરી આપી હતી કે તેમની સરકાર આ મામલે સંપૂર્ણ તપાસ કરી રહી છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ :ચાલુ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલાથી શરૂ થયો હતો. જેમાં 1,189 લોકો માર્યા ગયા અને 252 લોકોને બંધક બનાવ્યા, જેમાં મુખ્યત્વે નાગરિકો હતા. ઇઝરાયેલી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, તેમાંથી 37 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 121 ગાઝામાં છે. હમાસના હુમલાના જવાબમાં હમાસના નિયંત્રણ હેઠળના આરોગ્ય મંત્રાલય દ્વારા અહેવાલ મુજબ ઇઝરાયેલના બદલો લેવાના હુમલાએ ગાઝામાં ઓછામાં ઓછા 36,171 લોકોના જીવ લીધા છે, જેમાં મોટાભાગના નાગરિકો હતા.

  1. રાફામાં વિસ્થાપિત નાગરિકો પર ઇઝરાયેલનો હુમલો, આ દેશોએ સખત નિંદા કરી; તુર્કીએ તેને 'નરસંહાર' કહ્યું
  2. પેલેસ્ટાઈનના સમર્થનમાં સામે આવી રોહિત શર્માની પત્ની, ટ્રોલ થયા બાદ ડિલીટ કરી દીધી પોસ્ટ

ABOUT THE AUTHOR

...view details