નવી દિલ્હી : યુએસ પ્રોસિક્યુટર્સે સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ લાંચ કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે આરોપ મૂક્યો છે. હવે આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર પર એક પછી એક મોટા આક્ષેપો થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'સરકાર આ મામલે પગલાં નથી લઈ રહી નથી. અદાણી કેસની JPC તપાસ થવી જોઈએ.
અદાણી પર રાહુલ ગાંધીનો પ્રહાર :કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, 'અમેરિકામાં હવે તે એકદમ સ્પષ્ટ અને સ્થાપિત થઈ ગયું છે કે અદાણીએ અમેરિકન કાયદા અને ભારતીય કાયદા બંનેનો ભંગ કર્યો છે. તેના પર અમેરિકામાં કાર્યવાહી કરવામાં આવી છે. મને આશ્ચર્ય થાય છે કે અદાણી હજુ પણ આ દેશમાં આઝાદ માણસની જેમ કેમ ફરે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, 'JPC મહત્વપૂર્ણ છે, તે થવી જોઈએ. પરંતુ હવે સવાલ એ છે કે અદાણી જેલમાં કેમ નથી? અમેરિકન એજન્સીએ કહ્યું છે કે તેણે ભારતમાં ગુનો કર્યો છે, તેણે લાંચ આપી છે. વધેલા ભાવે વીજળી વેચવામાં આવી છે.
પીએમ પર નિશાન સાધ્યું :રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ કંઈ નથી કરી રહ્યા. જો તેઓ કંઈક કરવા માંગતા હોય તો પણ તેઓ કરી શકતા નથી, કારણ કે તેઓ અદાણીના નિયંત્રણ હેઠળ છે. નોંધ કરો તેમણે રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે, પરંતુ હું તમને ખાતરી આપું છું કે, આ માણસની ન તો ધરપકડ કરવામાં આવશે કે ન તો તપાસનો સામનો કરવો પડશે, કારણ કે પીએમ તેની સાથે જોડાયેલા છે.
કોંગ્રેસની વાત સાચી નીકળી : જયરામ રમેશ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરતા X પર લખ્યું, 'અમેરિકામાં ગૌતમ અદાણી અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો પર ગંભીર આરોપ લગાવવાથી JPC દ્વારા તપાસની માંગને યોગ્ય ઠેરવે છે, જેની કોંગ્રેસ લાંબા સમયથી માંગ કરી રહી છે.
JPC તપાસની માંગ :કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે JPC તપાસની માંગણી કરતા કહ્યું, આ ખૂબ જ ગંભીર છે અને અમે સંયુક્ત સંસદીય તપાસની માંગ કરીએ છીએ. સેબીએ પણ તેની તપાસ અંગે સ્પષ્ટપણે ખુલાસો કરવો જોઈએ, કારણ કે તેઓ તેને અટકાવી રહ્યા છે.
- અદાણી ગ્રુપ માટે માઠો દિવસ,રોકાણકારોના રૂ. 2.60 લાખ કરોડનું ધોવાણ
- અમેરિકાએ ગૌતમ અદાણી પર લગાવ્યા ગંભીર આરોપ, અરેસ્ટ વોરંટ જાહેર