ગાંધીનગર: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જેને આપણે ટૂંકમાં UPSC તરીકે ઓળકી છીએ. આ પરીક્ષા દેશની સર્વોચ પરીક્ષાઓ તરીકે પણ ગણવામાં આવે છે. થોડા સમય પહેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આઇપીએસ/ઈએસ માટેની પરીક્ષાનું વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ દ્વારા આપલે જાણી શકી છીએ કે, કી પરીક્ષા કયારે લેવાશે અને તેની અરજી કયારે કરવી રહેશે.
ત્રણ તબક્કામાં થાય છે UPSC પરીક્ષા: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન લેવામાં આવતી આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. આ તબ્બકાઓ અનુસાર પહેલા તબક્કામાં પ્રિલિમિનરી (પ્રારંભિક) પરીક્ષા, બીજા તબક્કામાં મેન્સ (મુખ્ય) પરીક્ષા અને છેલ્લો તબક્કો એ વ્યક્તિત્વ ટેસ્ટ એટલે કે ઇંટરવ્યૂ લેવામાં આવે છે.
કેવી હોય છે પ્રિલિમિનરી પરીક્ષા: પ્રિલિમિનરી પરીક્ષામાં બે પેપર હોય છે. જે કુલ 400 માર્ક્સની હોય છે. આ બંને પરીક્ષા બબ્બે કલાકની હોય છે. જેમાં જનરલ સ્ટડીનો સમાવેશ થાય છે. આ બંને પ્રશ્નપત્રો ઓબ્જેક્ટિવ પ્રકારના હોય છે. જે મુખ્યત્વે કમ્પુટર આધારિત લેવામાં આવે છે.
કેવી હોય છે મેન્સ પરીક્ષા: પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થાય બાદ ઉમેદવાર મેન્સ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં ત્રણ પેપર હોય છે. સાથે દરેક પ્રવાહના વિધાર્થીઓ માટે આ પરીક્ષા સમાન હોય છે. અને આ પરીક્ષા લાંબા જવાબો એટલે કે વર્ણનાત્મક હોય છે. મેન્સમાં પાસ થાય બાદ પર્સનલ ઇંટરવ્યૂ લેવામાં આવે છે.