ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું ગુજરાતની ગરમીથી ત્રાસી ગયા છો? કઈ જગ્યા અત્યારે ઠંડી છે જ્યાં ટ્રીપ પ્લાન કરી શકાય? જાણો આ રિપોર્ટમાં - TOURISM WEATHER UPDATE - TOURISM WEATHER UPDATE

શું તમે ગુજરાતની ગરમીથી કંટાળ્યા છો? અને કોઈ ઠંડા તેમજ નૈસર્ગીક સ્થળોએ ફરવા જવાનો વિચાર કરી રહ્યા છે તો હિમાચલના આ વિસ્તારો આ સમયે એકદમ યોગ્ય પસંદ રહેશે. તેથી સપ્તાહ દરમિયાન અહીંનું વાતાવરણ કેવી રહેશે જાણવા માટે વાંચો આ અહેવાલ. TOURISM WEATHER UPDATE

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 8:07 PM IST

Updated : May 30, 2024, 12:30 PM IST

ગુજરાત: આપણે ગુજરાતીઓ ખાવા અને ફરવાના ભરપૂર શોખીન છીએ. એમાં ય સુરતનું જમણ અને કાશીનું મરણ એટલે જીવન સફળ. આ તો વાત થઇ ખાવાની પણ ફરવાનું ક્યાં? સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી છે. એવામાં દરેક જણને વિચાર આવે કે થોડી ઠંડક થાય તો કેટલું સારું! તો અહીંયા કયા ઠંડા પ્રદેશોમાં અત્યારે ફરી શકાય અને ત્યાંનું વાતાવરણ કેવું રહેશે તેની વિસ્તૃત જાણકારી આ અહેવાલમાં વાંચો.

પરંતુ કુલ્લુ મનાલી શિમલા જેવા પ્રદેશોમાં વાતાવરણ કેવું હશે તેની જાણકારી હોય તો ટ્રીપની તૈયારી વધારે સારી રીતે માણી શકીએ (ETV BHARAT)

અઠવાડિયા દરમિયાનની વાતાવરણ માહિતી: આમ તો આવા સમયે આપણને કુલ્લુ, મનાલી કે શિમલાની જ યાદ આવતી હોય છે. પરંતુ કુલ્લુ મનાલી શિમલા જેવા પ્રદેશોમાં વાતાવરણ કેવું હશે તેની જાણકારી હોય તો ટ્રીપની તૈયારી વધારે સારી રીતે માણી શકીએ છીએ. તો ચાલો જાણીએ કે, આ અઠવાડિયે એટલે તારીખ 27 મેં થી તારીખ 2 જૂન દરમિયાન ગરમીની ઋતુમાં હિમાચલ પ્રદેશના આ ફરવા લાયક સ્થળોનું વાતાવરણ કેવું રહેશે.

કુલ્લુ અને મનાલી આ બંને સ્થળોનું નામ આપણે સાથે જ લઈએ છીએ. (ETV BHARAT)

હિમાચલ પ્રદેશના ફરવા લાયક સ્થળોમાં કુલ્લુ, મનાલી, શિમલા, કીલોંગ, ધર્મશાળા અને ચંબા જેવા સ્થળો ખુબ પ્રસિદ્ધ છે.

મનાલી:મનાલી એટલે આપણને "યે જવાની હૈ દીવાની" ફિલ્મની યાદ આવી જ જતી હોય છે. યુવાઓમાં ફરવા જવા માટેની આ જગ્યા ખુબ પ્રસિદ્ધ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મનાલીમાં આ સપ્તાહ દરમિયાન અહીંનું મહત્તમ તાપમાં 28 -29 ડિગ્રી રહેશે. જયારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીઓ રહેશે એવી ધારણા કરવામાં આવી છે. ઉપરાંત શરૂઆતના ત્રણ દિવસ અહીં આકાશ સ્વચ્છ રહેશે જયારે બાકીના ચાર દિવસોમાં વરસાદની સંભાવના છે. તો અહીંયા ફરવા જાઓ તો છત્રી પણ સાથે રાખજો!

મનાલી (ETV BHARAT)

કુલ્લુ: કુલ્લુ અને મનાલી આ બંને સ્થળોનું નામ આપણે સાથે જ લઈએ છીએ. એટલે મનાલી ફરવા ગયેલા વ્યક્તિઓ કુલ્લુ તો ફરીને જ આવે છે. તેથી હવામાન વિભાગની ધારણા અનુસાર અહીંનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી, જયારે લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહેશે. જો કે અહીં પણ સપ્તાહના છેલ્લા ચાર દિવસે વરસાદ પડશે તેવી સંભાવના છે.

કુલ્લુ (ETV BHARAT)

ચંબા: મુખ્યત્વે કળા, હસ્તકલા, અને ખાસ કરીને તેના પહાડી ચિત્રો માટે પ્રસિદ્ધ છે. ત્યાંની સંસ્કૃતિ તેમજ ત્યાંની રહેણીકરણી એ ઐતિહાસિક સમયની યાદ અપાવે છે. જો અહીંયા આ અઠવાડીયે ફરવા જવું હોય તો કદાચ ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. કારણકે હવામાન વિભાગની આગાહી અનુસાર અહીં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જયારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જો કે અહીંના તાપમાનમાં ગરમી જોવા મળશે પરંતુ છેલ્લા ત્રણ દિવસે વરસાદની પણ સંભાવના છે.

ચંબા (ETV BHARAT)

ધર્મશાળા: હિમાચલ પ્રદેશનું હજી એક ફરવા લાયક સ્થળ એ ધર્મશાળા છે. મોટાભાગના લોકો હિલસ્ટેશન તરીકે અહીં ફરવા જવાનો આગ્રહ રાખે છે. તેથી જો તમે પણ અહીં જવાનો વિચાર રાખતા હશો તો તમે જણાવી દઈએ કે, આ સપ્તાહ દરમિયાન અહીંનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જયારે વરસાદની સંભાવના આ પ્રદેશમાં પણ દર્શાવવામાં આવી છે.

ધર્મશાળા (ETV BHARAT)

કીલોંગ: જો તમને નૈસર્ગીક સુંદરતા તેમજ પહાડી વિસ્તારમાં ફરવાના શોખીન હશો તો કીલોંગ એ તમારા બકેટલિસ્ટમાં હોવુંજ જોઈએ. આ સ્થળ પર મુખ્યત્વે ભાંગા નદી વહે છે, જે તેની સુંદરતા વધારે છે. તેથી જો આ સપ્તાહ દરમિયાન તમે હિમાચલ પ્રદેશના આ વિસ્તારમાં ફરવા જવાનો વિચાર કરતા હશો તો તમને જણાવી દઈએ કે, અહીંનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે, આ તમામ સ્થળોમાં કીલોંગમાં સૌથી ઠંડુ વાતાવરણ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કીલોંગ (ETV BHARAT)

આ છે હિમાચલ પ્રદેશની પાંચ જગ્યાઓ!:જે ફરવા માટે મોટાભાગના લોકોની પહેલી પસંદ હોય છે. તેથી જો તમે પણ આ સપ્તાહ દરમિયાન આ સ્થળોએ ફરવા જવાનું વિચાર કરી રહ્યા છો તો એક વાર અહીંના વાતાવરણ વિશે આ માહિતી ચોક્કસ જોઈ લો.

એવામાં દરેક જણને વિચાર આવે કે થોડી ઠંડક થાય તો કેટલું સારું! તો અહીંયા કયા ઠંડા પ્રદેશોમાં અત્યારે ફરી શકાય અને ત્યાંનું વાતાવરણ કેવું રહેશે (ETV BHARAT)
  1. રાજ્યના અનેક જિલ્લામાં યલો એલર્ટ, ગરમીનું જોર ઘટશે, 5 દિવસ વરસાદની કોઈ વકી નહીં - Gujarat Weather Update
  2. ગુજરાતમાં સપ્તાહ દરમિયાન કેવું રહેશે વાતાવરણ જાણો - gujarat weather update
Last Updated : May 30, 2024, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details