થાણે:એક કહેવત છે કે 'જાકો રાખે સાંઈયા માર શકે ના કોઈ'. આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. થાણેના ડોમ્બિવલીમાં બહુમાળી ઈમારતના 13મા માળેથી પડી ગયેલી બે વર્ષની બાળકીનો જીવ બચી ગયો. વાસ્તવમાં એક વ્યક્તિએ છોકરીને પડતી જોઈ હતી, જેની સમજદારીથી બાળકીને બચાવી શકાઈ.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો તે વ્યક્તિના વખાણ કરી રહ્યા છે. તેઓ તેને અસલી હીરો પણ કહી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ગયા અઠવાડિયે દેવીચાપરા વિસ્તારમાં બની હતી, જોકે આ અકસ્માતમાં બાળકીને સામાન્ય ઈજાઓ થઈ હતી.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ભાવેશ મ્હાત્રે નામનો વ્યક્તિ બાળકીને પકડવા માટે ઝડપથી દોડતો જોવા મળી રહ્યો છે. જો કે ભાવેશ બાળકીને સંપૂર્ણ રીતે પકડવામાં સફળ રહ્યો નથી, પરંતુ તેના પ્રયાસોને કારણે બાળકી સીધી જમીનમાં પડતાં બચી ગઈ હતી. જેના કારણે યુવતીને ઘણી ઓછી ઈજા થઈ હતી.