ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના નોર્થ બ્લોકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ - Bomb Threat Delhi - BOMB THREAT DELHI

દિલ્હીની ઘણી જાણીતી હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે નોર્થ બ્લોકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ કંટ્રોલ રૂમને આ અંગેનો ઈમેલ મળ્યો હતો. આ સાથે જ દિલ્હી પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

દિલ્હીના નોર્થ બ્લોકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીના નોર્થ બ્લોકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 6:20 PM IST

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી આપતો ઈમેલ સામે આવ્યો છે. આ વખતે નોર્થ બ્લોકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ. આ ઉપરાંત ફાયર વિભાગ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગેલી છે. સમગ્ર બ્લોકની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, નોર્થ બ્લોકમાં જ ગૃહ મંત્રાલય છે.

બોમ્બની ધમકી :ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તેમને નોર્થ બ્લોકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગના બે વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

સતત બોમ્બની ધમકી :દિલ્હી NCR માં શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની સતત ધમકી મળી રહી છે. જેના કારણે દિલ્હીમાં વારંવાર ગભરાટ ફેલાયો છે. જે સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યાં તપાસમાં અત્યાર સુધી પોલીસને કંઈ મળ્યું નથી.

રાષ્ટ્રપતિ ભવન ઉડાવી દેવાની ધમકી :તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વારંવાર મળતી ધમકીઓને ગંભીરતાથી લઈને સતર્ક છે. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો પણ સામે આવ્યો છે. પોલીસ પણ તમામ કેસની તપાસ કરી રહી છે. ઉત્તર રેલવેની CPRO ઓફિસને પણ આવી જ ધમકી મળી હતી. ત્યારથી રેલવે સ્ટેશનો પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. કારણ કે રેલવે સ્ટેશન પર દરરોજ લાખો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે.

  1. અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સઘન ચેકિંગ શરુ
  2. સુરત શહેરમાં બોમ્બ મુકવાની ધમકી આપવી યુવકને ભારે પડી, પોલીસે કરી ધરપકડ - SURAT FAKE CALL

ABOUT THE AUTHOR

...view details