ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફરી વધ્યો JEE Mains ક્વોલિફાઇંગ કટઓફ, 2.45 ટકાનો વધારો - JEE MAIN 2024 RESULT ANALYSIS

સતત બીજા વર્ષે JEE મેઇનમાં તમામ કેટેગરી માટે ક્વોલિફાઇંગ કટઓફમાં વધારો થયો છે. ગત વર્ષ 2023 કરતાં સામાન્ય શ્રેણીના ક્વોલિફાઇંગ કટ ઓફમાં લગભગ 2.45 ટકાનો વધારો થયો છે, જ્યારે OBC-NCLમાં 6 ટકા, EWS માં 5.7 ટકા, SCમાં 8.12 ટકા અને ST કેટેગરીમાં 9.46 ટકાનો વધારો થયો છે.JEE MAIN 2024 RESULT ANALYSIS

ફરી વધ્યો JEE Mains ક્વોલિફાઇંગ કટઓફ
ફરી વધ્યો JEE Mains ક્વોલિફાઇંગ કટઓફ

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 12:45 PM IST

રાજસ્થાન :નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ 2024 (JEE મેઈન્સ 2024) નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ઉમેદવારોનો ઓલ ઇન્ડિયા રેન્ક અને JEE એડવાન્સ્ડનો ક્વોલિફાઇંગ કટ ઓફ પણ બહાર પાડવામાં આવ્યો છે. પરિણામોનું વિશ્લેષણ કર્યા પછી શિક્ષણ નિષ્ણાંત દેવ શર્માએ કહ્યું કે, પ્રશ્નપત્રનું ધોરણ સામાન્ય હોવાને કારણે સતત બીજા વર્ષે તમામ કેટેગરીના ક્વોલિફાઇંગ કટઓફમાં વધારો થયો છે.

JEE Mains ક્વોલિફાઇંગ કટ ઓફ :ગયા વર્ષ 2023 કરતા સામાન્ય શ્રેણી માટે ક્વોલિફાઇંગ કટ ઓફ લગભગ 2.45 ટકા વધ્યો છે. જ્યારે OBC-NCL માં 6 ટકા, EWS માં 5.7 ટકા, SCમાં 8.12 ટકા અને ST કેટેગરીમાં 9.46 ટકાનો વધારો થયો છે. પ્રશ્નપત્રોનું ધોરણ ખૂબ જ સામાન્ય હોવાને કારણે વર્ષ 2022 ની સરખામણીમાં 2023 ના JEE એડવાન્સ્ડ ક્વોલિફાઇંગ કટઓફમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી તે 2023 થી વધીને 2024 થયો છે. જોકે તે સતત 4 વર્ષથી વધી રહ્યું હતું, કોવિડ-19 દરમિયાન વર્ષ 2020માં પણ ટકાવારી ઊંચી હતી, પરંતુ 2021 માં તે ઘટી ગઈ હતી.

નવો રેકોર્ડ, 96.46 ટકા હાજરી :JEE મેઇન 2024 ની પરીક્ષા કુલ 319 શહેરોના 571 કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં 22 વિદેશી અને 299 ભારતીય શહેરોનો સમાવેશ થાય છે. આ પરીક્ષામાં યુનિક ઉમેદવાર તરીકે 14,67,577 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 14,15,110 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આ વખતે પરીક્ષામાં હાજરીનો રેકોર્ડ પણ બન્યો છે. જેમાં 96.46 ઉમેદવારોએ પરીક્ષા આપી, જે હાજરીનો એક રેકોર્ડ છે. અત્યાર સુધી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ મેઇનમાં આટલી હાજરી જોવા મળી નથી.

છેલ્લા છ વર્ષના કેટેગરી વાઈઝ JEE કટઓફ :

વર્ષ/કેટેગરી જનરલ OBC EWS SC ST
2019 89.7 74.3 78.2 54.0 44.3
2020 90.3 72.8 70.2 50.1 39.0
2021 87.8 68.0 66.2 46.8 34.6
2022 88.4 67.0 63.1 43.0 26.7
2023 90.7 73.6 75.6 51.9 37.2
2024 93.2 79.6 81.3 60.0 46.6

17.68 ટકા ક્વોલીફાય ઉમેદવાર :નિષ્ણાત દેવ શર્માએ જણાવ્યું હતું કે, JEE મેઇન 2023 ની પરીક્ષામાં હાજર રહેલા યૂનિક ઉમેદવારો 94.83 ટકા હતા. તેમની સંખ્યા 11,13,325 હતી, જેમાંથી કુલ 2,50,256 વિદ્યાર્થીઓ સંયુક્ત પ્રવેશ પરીક્ષા એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે. આ મુજબ પરીક્ષા આપનાર લગભગ 22.47 ટકા વિદ્યાર્થીઓને ક્વોલીફાય જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી આ આંકડો ઘટ્યો છે. પરીક્ષામાં હાજર રહેલા 14,15,110 ઉમેદવારોમાંથી 2,50,284 ક્વોલિફાય થયા છે, આ આંકડો 17.68 ટકા છે.

  1. JEE MAIN 2024 : JEE MAIN પ્રથમ સત્રનું સ્કોરકાર્ડ જાહેર, ડાઉનલોડ કરો તમારું સ્કોરકાર્ડ
  2. JEE Advanced 2023નું રિઝલ્ટ જાહેર, સુરતના જાતસ્ય જરીવાલાએ ઓલ ઇન્ડિયામાં 24મો રેન્ક મેળવ્યો

ABOUT THE AUTHOR

...view details