ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજીનો જવાબ આપવા ED-CBIને વધુ સમય આપ્યો - Excise Policy Scam - EXCISE POLICY SCAM

દિલ્હી હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની કથિત એક્સાઈઝ નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની-લોન્ડરિંગના કેસમાં જામીન માટેની અરજીનો જવાબ આપવા માટે સમય લંબાવ્યો છે.

ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા
ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 8, 2024, 1:45 PM IST

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની જામીન મેળવવાની અરજી પર જવાબ આપવા માટે ED અને CBI ને વધુ સમય આપ્યો છે. નોંધનીય છે કે, કથિત આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં એજન્સીઓ દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચાર અને મની-લોન્ડરિંગના કેસોમાં મનીષ સિસોદિયાએ જામીન અરજી કરી હતી.

હાઈકોર્ટનો આદેશ :જસ્ટિસ સ્વરણ કાંતા શર્માએ 3 મેના રોજ ED અને CBI ને નોટિસ જાહેર કરીને જામીન અરજી પર તેના જવાબો દાખલ કરવા કહ્યું હતું અને બુધવારે સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના (CBI) વકીલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમને જવાબ આપવા માટે થોડો વધુ સમય જોઈએ છે.

સિસોદિયાના વકીલની દલીલ :એજન્સીઓના વકીલો દ્વારા કરવામાં આવેલી વિનંતીનો સિસોદિયાના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમને જેલમાં રાખવામાં આવ્યા છે અને ED અને CBIએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે ટ્રાયલ છ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

દિલ્હી હાઇકોર્ટનો આદેશ :દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, પ્રતિવાદીઓ જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગે છે. એવું કહેવાય છે કે ED આ કેસમાં સહ-આરોપીના સંબંધમાં બીજી ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયામાં છે. આરોપી કસ્ટડીમાં છે તેને ધ્યાનમાં લીધા વિના અને ઉત્તરદાતાઓને તેમના જવાબો દાખલ કરવા માટે વધુ ચાર દિવસનો સમય આપવામાં આવે છે. જવાબ સોમવાર સુધીમાં કોર્ટના રેકોર્ડ પર મુકવામાં આવશે અને સોમવાર સુધીમાં બીજી બાજુ એક એડવાન્સ કોપી પણ સપ્લાય કરવામાં આવશે. કોર્ટે 14 મેના રોજ સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કરી હતી.

સુરક્ષા એજન્સીની અરજી :શરૂઆતમાં EDના વકીલે રજૂઆત કરી હતી કે તેમણે અરજીનો જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહની માંગ કરતી અરજી દાખલ કરી છે. તપાસ અધિકારી આ કેસમાં પૂરક કાર્યવાહીની ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કરવાની પ્રક્રિયામાં પણ છે. અધિકારીઓ પણ સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણીમાં વ્યસ્ત છે. CBI ના વકીલે કોર્ટને એજન્સીને જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપવા વિનંતી કરી હતી.

સિસોદિયાની જામીન અરજી :દિલ્હી હાઈકોર્ટમાં સિસોદિયાએ ટ્રાયલ કોર્ટના 30 એપ્રિલના આદેશને પડકાર્યો હતો, જેના દ્વારા સિસોદિયાને જામીન આપવાનો તબક્કો યોગ્ય ન હોવાના આધારે તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે અરજીઓની પેન્ડન્સી દરમિયાન કસ્ટડીમાં અઠવાડિયામાં એક વખત તેમની બીમાર પત્નીને મળવા માટે ટ્રાયલ કોર્ટ દ્વારા અગાઉ સિસોદિયાને આપવામાં આવેલી વચગાળાની રાહત ચાલુ રાખી હતી.

  1. સિસોદિયાની જામીન અરજી પર ED અને CBIને નોટિસ, આગામી સુનાવણી 8 મેના રોજ - Delhi High
  2. સિસોદિયાએ ચૂંટણી પ્રચાર વાળી અરજી પરત ખેંચી, રેગ્યુલર જામીન પર ચુકાદો સુરક્ષિત, 30એ સુનાવણી

ABOUT THE AUTHOR

...view details