શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ટીઆરસી અને સન્ડે માર્કેટમાં ગ્રેનેડ ફેંક્યા હતા, જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે આ વિસ્તારમાં સાપ્તાહિક રવિવાર બજાર માટે દુકાનદારોની ભારે ભીડ હતી. ગ્રેનેડ બ્લાસ્ટ બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ટુરીઝમ રિસેપ્શન સેન્ટર (TRC) રમતના મેદાનની બહાર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 12 નાગરિકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે તમામ ઘાયલોને સારવાર માટે શ્રીનગરની SMHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોની હાલત સ્થિર છે.
હુમલાખોરોને પકડવાના પ્રયાસો ચાલુ...
અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરો તેમનું લક્ષ્ય ચૂકી ગયા કારણ કે, વ્યસ્ત બજારમાં ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો, જેમાં ઘણા નાગરિકોને ઈજા થઈ હતી. તેમણે કહ્યું કે ઘટના સ્થળ પર વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. "હુમલાખોરોને પકડવાના પ્રયાસો ચાલુ છે,"
ખાનયારમાં એન્કાઉન્ટરમાં આતંકી છોટા વાલીદ ઠાર
માત્ર એક દિવસ પહેલા જ શ્રીનગર શહેરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ અથડામણમાં બે પોલીસકર્મી અને બે જવાન ઘાયલ થયા હતા. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષકએ માહિતી આપી હતી કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદી કમાન્ડર ઉસ્માન ઉર્ફે છોટા વાલીદ તરીકે થઈ છે. તેમણે કહ્યું કે આતંકવાદી ઉસ્માન નવેમ્બર 2023માં ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાનીની હત્યામાં સામેલ હતો.
- જમ્મુ-કાશ્મીરના અનંતનાગ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
- જમ્મુ-કાશ્મીરના બડગામમાં બિન-કાશ્મીરીઓ પર આતંકી હુમલો, આ વખતે યુપીના બે લોકોને નિશાન બનાવાયા