ચેન્નાઈ(તમિલનાડુ): ઉત્તર પ્રદેશના અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ થવાની છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. તેમજ કેન્દ્રીય અને રાજ્ય પ્રધાનો, મુખ્ય પ્રધાન, ફિલ્મી સીતારાઓ તેમજ અને વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે. તેથી જ સમગ્ર અયોધ્યામાં અર્ધસૈન્ય દળો અને પોલીસ વિભાગ તરફથી સઘન સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે.
આ સાથે સમગ્ર દેશમાં આ કાર્યક્રમને અંતર્ગત વિશેષ ચીજ વસ્તુઓ અયોધ્યા મોકલવામાં આવી રહી છે. રજનીકાંત, ધનુષ, કંગના રણોત જેવા ફિલ્મી સીતારા પણ અયોધ્યા તરફ જવા રવાના થયા છે.
આ સમયે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, તમિલનાડુના બીજેપી નેતા અન્નામલાઈ અને કોયમ્બતૂરના દક્ષિણ ધારાસભ્ય વનથી શ્રીનિવાસને તમિલનાડુ સરકાર પર આરોપ લગાડ્યા છે. જેમાં રામ મંદિર ઉદ્દઘાટનના દિવસે, તમિલનાડુના હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્ત વિભાગે એક મૌખિક આદેશ જાહેર કર્યો છે. જેમાં તમિલનાડુ મંદિરોમાં કોઈ પણ ખાસ પૂજા, ભોજન, દાન અને પ્રસાદની પરવાનગી આપવામાં આવી નથી.
આ પરિસ્થિતિમાં એચઆરસીઈ પ્રધાન શેખરબાબૂએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું કે, સેલમમાં હંગામા સાથે થઈ રહેલા ડીએમકે યુવા સંમેલનને ડાયવર્ટ કરવા માટે આ સુનિયોજિત અફવા ફેલાવવામાં આવી રહી છે. ધર્માર્થ વિભાગે તમિલનાડુના મંદિરોમાં ભક્તો પર રામનામ પર પૂજા , ભોજન, પ્રસાદ ચઢાવવા પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી. અફસોસની વાત એ છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ જેવા લોકો જે ઉચ્ચ પદેથી ખોટી ખબરો ફેલાવે છે જે સંપૂર્ણ રીતે અસત્ય છે.
આ અગાઉ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ટ્વીટ કર્યુ હતું કે, તમિલનાડુ સરકારે 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર ઉદ્દઘાટન કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તમિલનાડુમાં શ્રી રામના 200થી વધુ મંદિરો છે. જેમાં શ્રી રામનામની કોઈ પૂજા, ભજન, ભોજન કે પ્રસાદની પરવાનગી આપવામાં આવી નથી. પોલીસ મંદિરોમાં ઉજવાતા ખાનગી કાર્યક્રમોને પણ રોકી રહી છે. તેઓ આયોજકોને ધમકી આપી રહ્યા છે કે પંડાલને તોડી નાખવામાં આવશે. આ હિન્દુ વિરોધી ધૃણિત કાર્યવાહીની હું કડક નિંદા કરું છું.
તમિલનાડુના કેટલાક વિસ્તારમાં જે લોકો રામ ભજન, ગરીબોમાં દાન, ભોજન કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભાગ લેવાના છે. તેથી કેબલ ઓપરેટર્સને કહેવામાં આવ્યું છે કે લાઈવ ટેલીકાસ્ટ દરમિયાન વીજળી પૂરવઠો ખોરવાઈ જવાની સંભાવના છે. આ ઈન્ડિયા અલાયન્સના પાર્ટનર ડીએમકેનો હિન્દુ વિરોધી પ્રયાસ છે.
તેમણે કહ્યું કે, તમિલનાડુ સરકાર લાઈવ ટેલીકાસ્ટના પ્રતિબંધને યોગ્ય ઠેરવવા માટે અનૌપચારિક રીતે કાયદા વ્યવસ્થાનો મુદ્દો રજૂ કરી રહી છે. ખોટી વાર્તાઓ કરે છે. અયોધ્યાનો ચુકાદો આવ્યો ત્યારે પણ કાયદા વ્યવસ્થાનો કોઈ મુદ્દો નહતો. તેમજ વડા પ્રધાને જ્યારે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ ત્યારે પણ આવી કોઈ સમસ્યા સર્જાઈ નહતી. તમિલનાડુમાં પ્રભુ શ્રી રામના આ ઉત્સવ ઉજવવા મેદાનમાં થતા આયોજનો અને જનતાની સ્વૈચ્છિક ભાગીદારીએ હિન્દુ વિરોધી ડીએમકેને પરેશાન કરી મુક્યા છે.
- Ram Mandir Satellite Picture: ઈસરોએ અયોધ્યાના રામ મંદિરની સેટેલાઈટ ઈમેજ પોસ્ટ કરી
- બદ્રીનારાયણ મંદિરમાં સ્વચ્છતા અભિયાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જોડાયા