અમદાવાદમા આપ કાર્યકર્તાઓએ કરી ઉજવણી (Etv Bharat Gujarat) નવી દિલ્હી:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે આજે એટલે કે શુક્રવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણરહ્યો છે, સીએમ કેજરીવાલ હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે તેઓ હવે બહાર આવી શકે છે કારણ કે, એક્સાઇઝ પોલિસી સંબંધિત CBI કેસમાં સુપ્રીમ કોર્ટ તેમના જામીન પર આજે પોતાનો ચુકાદો સંભળાવતા જામીન આપ્યા છે. ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી અને સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલને જામીન મળતા આપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફરી વળી છે. જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સુપ્રીમકોર્ટના આ ચુકાદોને આવકાર્યો છે.
આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સાધ્યું કેન્દ્ર સરકાર પર નિશાન (Etv Bharat Gujarat) તો આ તરફ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં કેજરીવાલને મળેલા જામીનને લઈને ખુબજ ઉત્સાહ અને ઉન્માદ દેખાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં ફટાકડા ફોડીને એક બીજાનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી, આ તકે ગુજરાત આપના નેતા ઈસુદાન ગઢવીએ કેજરીવાલને મળેલા જામીનને લઈને પ્રતિક્રિયા આપતા કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે, ગઢવીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીને ખત્મ કરવાનો ભાજપનો કારસો નિષ્ફળ ગયો છે.
જામીન અરજી સિવાય સુપ્રીમ કોર્ટ ધરપકડને પડકારતી અરજીઓ પર પણ પોતાનો ચુકાદો આપશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની બેંચ આ નિર્ણય આપશે. સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અગાઉ, આ જ કૌભાંડના ED કેસમાં સુપ્રીમ કોર્ટે 12 જુલાઈએ કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ તેઓ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા.
આ પહેલા છેલ્લી સુનાવણીમાં કેજરીવાલ વતી તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે આ એક અનોખો કેસ છે. પીએમએલએના કડક નિયમો હોવા છતાં કેજરીવાલને બે વખત જામીન મળ્યા હતા. આવી સ્થિતિમાં સીબીઆઈ કેસમાં જામીન કેમ ન આપી શકાય? જ્યારે સીબીઆઈએ પોતાની દલીલમાં કહ્યું છે કે કેજરીવાલ સહકાર નથી આપી રહ્યા. જ્યારે, કોર્ટે પોતે આદેશમાં કહ્યું છે કે એવી અપેક્ષા રાખી શકાય નહીં કે આરોપી પોતાને દોષિત જાહેર કરશે.
જો સીએમ કેજરીવાલને આજે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળે છે, તો તે ખૂબ જ મહત્વપૂર્ણ સમય માનવામાં આવી શકે છે, કારણ કે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનો વાસ્તવિક તબક્કો 13 સપ્ટેમ્બરથી શરૂ થશે, 12મી સુધી નામાંકન પ્રક્રિયા ચાલતી હતી. આમ આદમી પાર્ટીએ હરિયાણાની તમામ 90 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, પરંતુ અરવિંદ કેજરીવાલ મેદાનમાં ન હોવાથી ઉમેદવારોના જોરદાર પ્રચારની શક્યતા ઓછી છે.
બીજી તરફ, દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનના ગણગણાટ વચ્ચે સીએમ કેજરીવાલનું જેલમાંથી બહાર આવવું ભાજપ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણી માટે 4 મહિનાનો સમય છે, આવી સ્થિતિમાં સીએમ કેજરીવાલ બહાર આવતાં જ ઝડપથી નિર્ણય લઈ શકે છે. ખાસ કરીને મહિલાઓને અપાતી રૂ. 1000ની યોજના હજુ સુધી મેદાનમાં ઉતરી નથી. આવી સ્થિતિમાં દિલ્હીના મુખ્યમંત્રીનું બહાર આવવું આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAP માટે મોટી લાઈફલાઈન સાબિત થશે.
- AAP ની હરિયાણાની તમામ 90 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી, પ્રિયંકા કક્કડે શું કહ્યું? - HARYANA ASSEMBLY ELECTION 2024
- લાઈવ CM કેજરીવાલને જોવી પડશે હજી રાહ: 10 સપ્ટેમ્બરે થશે નિર્ણય, સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- જામીનની મહત્વની શરતો અમારા પક્ષમાં છે. - arvind kejriwals bail