ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી દરમિયાન 'મફતની રેવડી' પર કેન્દ્ર અને ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી

રાજકીય પક્ષો દ્વારા મફત ભેટ આપવાના વચન સામે નવી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ (ANI)

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફત ભેટ આપવાના વાયદાઓને પડકારતી એક નવી અરજી પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. સોમવારે મુખ્ય ન્યાયધીશ ડી. વાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠ સમક્ષ આ મામલો આવ્યો હતો.

બેંગલુરુના નિવાસીએ SCમાં કરી અરજી
સુપ્રીમ કોર્ટે બેંગલુરુના રહેવાસી શશાંક જે શ્રીધર દ્વારા દાખલ કરાયેલી અરજી પર ભારત સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. અરજીમાં કહેવાયું હતું કે, મફતની ભેટોના અનિયમિત વાયદા સરકારી ખજાના પર મોટું નાણાંકીય ભારણ નાખે છે. અરજીમાં કહેવાયું છે કે, ચૂંટણી પૂર્વે કરેલા આ વાયદાઓ પૂરા કરવા માટે કોઈ તંત્ર ઉપસ્થિત નથી, જેના પર વોટ મેળવવામાં આવ્યા.

અરજીમાં શું માંગણી કરાઈ?
વકીલ બાલાજી શ્રીનિવાસનના માધ્યમથી દાખલ કરાયેલી અરજીમાં ચૂંટણી પંચને તે નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે કે, તે ચૂંટણી પૂર્વેના ગાળામાં રાજકીય પક્ષોને મફત ભેટ આપવાના વાયદા કરતા માટે રોકવા અસરકારક પગલા ઉઠાવે. સુપ્રિમ કોર્ટ આ મામલાને આ જ પ્રકારના મુદ્દા પર દાખલ કરાયેલી અન્ય અરજીઓ સાથે જોડી દીધી છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન રાજકીય દળોને મફતની ભેટ આપવાના વાયદાઓ વિરુદ્ધની અરજીઓને ભેગી કરવા પર સહમતિ દર્શાવી હતી. વકીલ અને સામાજિક અરજીકર્તાની અરજી અશ્વિની ઉપાધ્યાયનું પ્રતિનિધિત્વ કરી રહેલા સીનિયર અધિવક્તા વિજય હંસારિયાએ મામલાની તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.

ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, મતદાતાઓ પાસેથી અનુચિત રાજકીય લાભ મેળવવા માટે લોભામણા ઉપાયો પર પૂર્ણ પ્રતિબંધ હોવો જરૂરી છે, કારણ કે આ બંધારણનું ઉલ્લંઘન કરે છે અને ચૂંટણી આયોગે યોગ્ય નિવારણ ઉપાયો કરવા જોઈએ.

આ પણ વાંચો:

  1. કેનેડા સામે ભારતે લીધા કડક પગલાં! 6 રાજદ્વારીઓની હકાલપટ્ટી, 19 ઓક્ટોબર સુધી ભારત છોડવા આદેશ
  2. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યોની દોડ, SC એ ઉપરાજ્યપાલની નામાંકન સામેની અરજી ફગાવી

ABOUT THE AUTHOR

...view details