ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુનિતા કેજરીવાલનો પૂર્વ દિલ્હીમાં મેગા રોડ શો, અરવિંદ કેજરીવાલ માટે આશીર્વાદની અપીલ કરશે - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

આવતીકાલે સુનીતા કેજરીવાલ પૂર્વ દિલ્હી લોકસભા વિસ્તારમાં મેગા રોડ શો કરશે. અરવિંદ કેજરીવાલ માટે જનતા પાસેથી આશીર્વાદની અપીલ કરશે. Loksabha Election 2024 Arvind Kejriwal Sunita Kejariwal Delhi East Mega Road Show

સુનિતા કેજરીવાલનો પૂર્વ દિલ્હીમાં મેગા રોડ શો
સુનિતા કેજરીવાલનો પૂર્વ દિલ્હીમાં મેગા રોડ શો

By ETV Bharat Gujarati Team

Published : Apr 26, 2024, 9:23 PM IST

નવી દિલ્હી: કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના આરોપસર જેલમાં બંધ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ માટે તેમના પત્ની સુનીતા કેજરીવાલ જનતા વચ્ચે જઈ આશીર્વાદની અપીલ કરશે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે, સુનીતા કેજરીવાલ શનિવારે પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રમાં મેગા રોડ શો સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. જ્યારે 28મી એપ્રિલે પશ્ચિમ દિલ્હીમાં મેગા રોડ શોમાં સુનીતા કેજરીવાલ ભાગ લેશે. સુનીતા કેજરીવાલ પંજાબ, ગુજરાત અને હરિયાણામાં પણ 'આપ'ના ઉમેદવારો માટે પ્રચાર પણ કરશે.

ભાજપની ચાલ 100 ટકા નિષ્ફળઃઆતિશીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરવાની ભાજપની ચાલ 100 ટકા નિષ્ફળ રહી છે. સમગ્ર દેશમાં જનતા કેજરીવાલની ધરપકડના વિરોધમાં છે. લોકસભા ચૂંટણીની જાહેરાત અને આચારસંહિતા લાગુ થયા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને તેમના રાજકીય હથિયાર EDએ મુખ્યપ્રધાનની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ કેજરીવાલથી ડરે છે. તેઓ નથી ઈચ્છતા કે કેજરીવાલ ચૂંટણી લડે.

આશીર્વાદની અપીલઃ આતિશીએ કહ્યું કે હવે કેજરીવાલની પત્ની સુનીતા અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ પ્રચાર કરશે અને તેમના માટે આશીર્વાદ માંગશે. AAP ઉમેદવારોના મત માટે અપીલ કરશે. તેણી દિલ્હી, પંજાબ, ગુજરાત અને હરિયાણાના લોકો પાસેથી કેજરીવાલ માટે આશીર્વાદ માંગશે. સુનીતા કેજરીવાલ 27 એપ્રિલથી પૂર્વ દિલ્હીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આતિશીએ કહ્યું કે હું બીજેપીને કહેવા માંગુ છું કે દિલ્હી, પંજાબ અને સમગ્ર દેશના લોકો અરવિંદ કેજરીવાલની સાથે છે અને ચોક્કસપણે તેમના આશીર્વાદ અરવિંદ કેજરીવાલને આપશે.

  1. સૌરભ ભારદ્વાજ તિહાર જેલમાં CM કેજરીવાલને મળ્યા, કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીવાસીઓ ચિંતા ન કરે - ARVIND KEJRIWAL IN TIHAR JAIL
  2. કેજરીવાલ જેલમાં શું ખાય છે, જાણો બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધીનો સ્વાદ, જેના પર વધી ગયો છે વિવાદ - Kejriwal Diet Chart In Tihar Jail

ABOUT THE AUTHOR

...view details