મુંબઈ: મુંબઈના બાંદ્રા ટર્મિનસ પર રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ ભાગદોડ અને ધક્કા મુક્કી થતા 9 લોકો ઘાયલ થયાં છે. જેમાંથી 2ની હાલત ગંભીર બતાવાઈ રહી છે.
બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ટ્રેન આવતાની સાથે જ અચાનક નાસભાગ મચી ગઈ હતી. સ્ટેશન પર હાજર રેલવે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમજ ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાની તપાસ પણ કરવામાં આવી રહી છે. BMC અનુસાર, બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર ભીડને કારણે મચેલી નાસભાગમાં મચી હતી. આ નાસભાગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં જૂતાં અને ચપ્પલ વેરવિખેર પડેલા દ્રશ્યો પણ જોવા મળ્યા.
બાંદ્રા ટર્મિનસ નાસભાગની ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 5ને દાખલ કરવામાં આવ્યા હતા, 3 ઘાયલોને રજા આપવામાં આવી છે અને 2 ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે KEM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા:ડૉ સુશીલ, બાંદ્રા ભાભા હોસ્પિટલના સીએમઓ
મુસાફરોથી ખીચોખીચ જનરલ કોચના આ દ્રશ્યો ન માત્ર મુંબઈ શહેરના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યાં છે, પરંતુ લગભગ ટ્રેનોમાં આજ પ્રકારની ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જે મુસાફરોને સીટ મળી જાય છે તેમની સફર થોડી સરળ બની જાય છે,પુરંતુ જે લોકોને બેસવાની જગ્યા પણ નથી મળતી તેવા મુસાફરોને ટ્રેનમાં ઉભા ઉભા જ પોતાની મુસાફરી કરવી પડે છે. ત્યારે મુંબઈના બાંદ્રા ટર્મિનલ પર ભાગદોડ થઈ અને 9 લોકો ઘાયલ થયાાની ઘટનામાં જાણવા મળ્યું છે કે, બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ખુબ ભીડ હતી. એમા પણ દિવાળીના પર્વને લઈને મુસાફરોની સંખ્યા વધવી સ્વાભાવિક છે.