નવી દિલ્હી :ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક આજથી અનિશ્ચિત સમયના ઉપવાસ શરૂ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળવાની તેમની માંગ પર સરકાર તરફથી તેમને કોઈ જવાબ મળ્યો નથી.
'દિલ્હી ચલો પદયાત્રા' :સોનમ વાંગચુક એક મહિના પહેલા લેહથી શરૂ થયેલી 'દિલ્હી ચલો પદયાત્રા' નું નેતૃત્વ કરી રહ્યા હતા. લેહ એપેક્સ બોડી દ્વારા 'પદયાત્રા' નું આયોજન કરવામાં આવ્યું હતું, જે કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે મળીને લદ્દાખને રાજ્યનો દરજ્જો મેળવવા અને બંધારણની છઠ્ઠી સૂચિમાં તેનો સમાવેશ કરવા માટે છેલ્લા ચાર વર્ષથી ચળવળનું નેતૃત્વ કરી રહ્યું છે.
સોનમ વાંગચુકની માંગ :સોનમ વાંગચુકના જણાવ્યા અનુસાર તેમણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યાલયને પત્ર લખીને સમય માંગ્યો હતો. જેના જવાબમાં તેમને ખાતરી આપવામાં આવી હતી કે, શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમને મીટીંગ વિશે જાણ કરવામાં આવશે, પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. તેથી અમે શનિવારથી હડતાળ પર બેસીશું.
ભૂખ હડતાળનું એલાન :સોનમ વાંગચુકે વધુમાં કહ્યું કે, ગૃહ મંત્રાલયના અધિકારીઓએ અમને ખાતરી આપી હતી. તેઓએ અમને રાજઘાટ પર જવા અને અમારા ઉપવાસ તોડવા કહ્યું, જે અમે કસ્ટડીમાં હતા ત્યારે શરૂ કર્યા હતા. તેમણે અમને ખાતરી આપી હતી કે તેઓ અમને ટોચના નેતૃત્વને મળવા માટે સમય આપશે. પરંતુ આવું કંઈ ન બોલાયું, તેથી અમારી પાસે ભૂખ હડતાળ સિવાય કોઈ વિકલ્પ નથી.
ઉપવાસ માટે જગ્યા આપવા વિનંતી :સોનમ વાંગચુકે સત્તાવાળાઓને ઉપવાસ માટે જંતર-મંતર પર જગ્યા આપવા વિનંતી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. સાથે જ વાંગચુકે તમામ રાજકીય પક્ષો અને સંગઠનોને તેમને વિરોધ માટે જગ્યા આપવા અપીલ કરી છે. શુક્રવારના રોજ બ્રીફિંગ દરમિયાન લદ્દાખના સાંસદ મોહમ્મદ હનીફા, લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના અન્ય સભ્યો, સજ્જાદ કારગીલી, અસગર કરબલાઈ, ત્સેરિંગ પંચોક અને અશરફ અલી બરચા મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
- સોનમ વાંગચુકની અટકાયત સામે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી
- સોનમ વાંગચુકના ઉપવાસ સમાપ્ત, ટોચના નેતૃત્વને મળવાનું આશ્વાસન