ગોરખપુર :ગુજરાતમાં પરિવાર સાથે રહેતો 11 વર્ષનો તરૂણ 3 વર્ષથી તેના દાદા-દાદીને મળી શક્યો ન હતો. બાળકને દાદા-દાદીની યાદ આવતા તેણે કપડાં એક થેલીમાં રાખ્યા અને સાયકલ લઈને ગોરખપુર જવા નીકળી પડ્યો. તેને ખબર હતી કે આ લાંબી મુસાફરીમાં તેણે લગભગ 1564 કિમી સાઇકલ ચલાવવી પડશે, આમ છતાં તેણે હિંમત હારી નહીં.
બાળકને ડર હતો કે જો તેના માતા-પિતાને આ વાતની જાણ થશે તો તેઓ તેને જવા નહીં દે. તેથી તેણે કોઈને કંઈ કહ્યું નહીં. રસ્તામાં વાહન સાથે અથડાતા તેને ઈજા થઈ હતી. દરમિયાન, એક ટ્રક ચાલક દેવદૂત તરીકે સામે આવ્યો. તેણે બાળકને 38 દિવસ સુધી પોતાની પાસે રાખ્યો અને તેની સારવાર કરાવી. આ પછી તેને લખનઉ લાવ્યો અને ગોરખપુર જવા માટે બસમાં બેસાડ્યો. 40 દિવસ પછી બાળક તેના દાદા-દાદીને મળી શક્યો.
3 વર્ષ દાદા-દાદીથી દૂર રહ્યો પૌત્ર :શુભ નિષાદે જણાવ્યું કે, તેના દાદા-દાદી ગોરખપુરના સૂર્યકુંડ વિસ્તારમાં રહે છે. તેના પિતા સુરેશ નિષાદ તેની માતા અને અન્ય ભાઈ-બહેનો સાથે ગુજરાતના ભરૂચમાં લગભગ 12 વર્ષથી રહે છે. તે ત્યાં એક ફૂડ કંપનીમાં કામ કરે છે. તેના માતા-પિતા લગભગ 3 વર્ષથી ગોરખપુર આવ્યા ન હતા. આ કારણે તે તેના દાદા-દાદીને મળી શક્યો ન હતો. બંને શુભને ખૂબ પ્રેમ કરે છે. તેને તેમની યાદ અપાવી રહી હતી.
1564 કિમી કાપવા નીકળ્યો બાળક :15 જૂનના રોજ સવારે 5 વાગ્યે શુભ તેના માતા-પિતાને જાણ કર્યા વિના સાયકલ પર ગુજરાતથી ગોરખપુર જવા નીકળ્યો હતો. પોતાની સ્કૂલ બેગમાં તેણે કેટલાક કપડા રાખ્યા હતા. જોકે માર્ગમાં અંકલેશ્વરમાં તેની સાયકલને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે તેના જમણા પગને ઘૂંટણની નીચે ઈજા થઈ હતી. તે રસ્તાની બાજુમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. અકસ્માતમાં તેની સાયકલ પણ તૂટી ગઈ હતી. દરમિયાન અન્ય એક ટ્રકચાલક રાજસ્થાનનો રહેવાસી જગદીશ ત્યાંથી પસાર થયો.
ટ્રકચાલક બન્યો દેવદૂત :આ ટ્રકચાલકે શુભને હોસ્પિટલમાં દાખલ કર્યો. શુભે કહ્યું કે, તે કંઈ કહેવાની સ્થિતિમાં નહોતો. જગદીશ અંકલે તેને 38 દિવસ માટે પોતાની સાથે રાખ્યો. આ સમય દરમિયાન બાળકે ટ્રકમાં ઘણી જગ્યાએ તેની સાથે ગયો. આ પછી તેણે ગોરખપુરનું સરનામું જણાવ્યું. ટ્રક ડ્રાઈવર બાઈક લઈને લખનઉ પહોંચ્યો. ત્યાં ભાડું ચૂકવ્યા બાદ બાળકને ગોરખપુર જતી સરકારી બસમાં બેસાડી દીધો.
40 દિવસની કપરી યાત્રા :લગભગ 40 દિવસ પછી શુભ તેના દાદા-દાદીને મળ્યો તો તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. બાળકના ગુમ થયા બાદ પિતા સુરેશ સહિત પરિવારના તમામ સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતા. પિતાએ તેમના પુત્ર વિશે માહિતી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. શુભના દાદાએ ગોરખપુરના તિવારીપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પિતાએ ભરૂચમાં કેસ કર્યો હતો.
પરિવારની ખુશી પરત મળી :પરિવાર બાળકની ખૂબ શોધ કરી રહ્યા હતા. ઘણા દિવસોથી પરિજનો ન તો જમતા કે ન તો બરાબર સૂતા હતા. એક ટ્રક ડ્રાઈવરની ઉદારતાને કારણે પરિવારમાં ખુશીનો માહોલ ફરી વળ્યો છે. શુભના ગોરખપુર આવવાની જાણ થતાં જ માતા-પિતા પણ ગુજરાતથી ગોરખપુર જવા રવાના થયા હતા. આખો પરિવાર ટ્રક ડ્રાઇવરની ઉદારતાની પ્રશંસા કરી રહ્યો છે, જેણે બાળકની સંભાળ લીધી અને પ્રિયજનોને ફરીથી મળવામાં મદદ કરી.
- જાણો, કોણ છે દિલ્હીના કોચિંગ સેન્ટરમાં જીવ ગુમાવનાર UPSCના ત્રણ વિદ્યાર્થીઓ
- હરિદ્વાર કાંવડના મેળામાં ચાલ્યો મોદીનો જાદુ, કાંવડીયાઓ બન્યા PM મોદીના ચાહક