મુંબઈ: મહારાષ્ટ્રની મુંબઈ પોલીસે રવિવારે કહ્યું કે બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય શૂટર શિવ કુમારની ઉત્તર પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતુ કે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ કેસમાં અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે ત્રણેયને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, UP STF સાથે સંયુક્ત ઓપરેશનમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં છ અધિકારીઓ અને 15 પોલીસકર્મીઓ સામેલ હતા. મળતી માહિતી મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને શૂટર શિવકુમાર વિશે ઈનપુટ મળ્યા હતા. આ પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને યુપી એસટીએફએ મળીને કાર્યવાહી કરીને તેને પકડી લીધો હતો.
મુંબઈએ એક શૂટરની ધરપકડ કરી હતી: ગત શુક્રવારે મુંબઈ પોલીસે આ કેસમાં ગૌરવ વિલાસ અપુને નામના શૂટરની ધરપકડ કરી હતી. ANIના અહેવાલ મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે અપુને શૂટર હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા બનાવવામાં આવેલ પ્લાન Bનો ભાગ હતો. તે પોતાની શૂટિંગમાં કુશળતા વધારવા માટે ઝારખંડ ગયો હતો.