નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા સંજય સિંહની જામીન અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે એ અરજી પર ફેડરલ એજન્સીને નોટિસ જારી કરી હતી જેમાં સિંહે તેમને જામીન નકારતા દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.
સુનાવણી શરૂ થયાં બાદ ઝડપી પ્રક્રિયા :આ વિનંતીને સ્વીકારતા બેન્ચે કહ્યું કે બંને અરજીઓ પર એકસાથે વિચારણા કરવામાં આવશે. હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ સંજયસિંહની જામીન અરજી ફગાવી દીધી હતી પરંતુ સુનાવણી શરૂ થયા બાદ નીચલી કોર્ટને તેને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
અરજીને પેન્ડિંગ કેસ સાથે જોડવાની માંગ :બેન્ચે જામીન અરજીને સિંઘની અન્ય અરજી સાથે જોડી છે, જેમાં સંજયસિંહની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ અને અટકાયતને પડકારવામાં આવી છે. સંજયસિહ વતી વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટમાં હાજર રહીને જામીન અરજી પર નોટિસ જારી કરવાની માંગ કરી હતી અને અરજીને પેન્ડિંગ કેસ સાથે જોડવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે પેન્ડિંગ કેસની સુનાવણી 5 માર્ચે થવાની છે અને તેથી બંને કેસની સુનાવણી એકસાથે થવી જોઈએ.
ગત વર્ષે થઇ હતી ધરપકડ :આ વિનંતીને સ્વીકારતા બેન્ચે કહ્યું કે બંને અરજીઓ પર એકસાથે વિચારણા કરવામાં આવશે. હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી પરંતુ સુનાવણી શરૂ થયા બાદ નીચલી કોર્ટને તેને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સંજયસિંહ દિલ્હીથી રાજ્યસભામાં ફરી ચૂંટાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 4 ઓક્ટોબર, 2023ના રોજ આ કેસમાં સંજયસિંહની ધરપકડ કરી હતી.
- Gujarat AAP : આપ સાંસદ સંજયસિંહ ગુજરાતમાં, કાર્યકર્તા અધિવેશનમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા સહિતના કાર્યક્રમ
- Delhi Rajya Sabha Election : જેલબંધ સંજયસિંહ બીજીવાર સાંસદ બન્યાં, સ્વાતિ માલીવાલ આપની પ્રથમ મહિલા સાંસદ બની