કોલકાતા: આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કર્યા પછી, CBIએ તેને મંગળવારે કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને આઠ દિવસના CBI રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. જ્યારે સીબીઆઈ અધિકારીઓ ઘોષને પાછા લઈ જઈ રહ્યા હતા ત્યારે કોર્ટની બહાર ભીડમાંથી એક વ્યક્તિએ તેમને થપ્પડ મારી દીધી હતી.
અગાઉ, જ્યારે ઘોષને કોલકાતાના અલીપોરની વિશેષ સીબીઆઈ કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર ભીડે 'ચોર-ચોર'ના નારા લગાવ્યા હતા. વકીલોના એક જૂથે તેને ઘેરી લીધો અને વિરોધ કર્યો. આ પછી, જ્યારે ન્યાયાધીશે ઘોષને આઠ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો, જ્યારે તેમને કોર્ટની બહાર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિએ તેમના ગાલ પર થપ્પડ મારી દીધી હતી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે વિરોધ કરી રહેલા વકીલોએ તેને થપ્પડ મારી હતી કે નહીં.
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ઘોષને મંગળવારે સાંજે 6 વાગ્યા પછી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાંથી બહાર લઈ જવામાં આવ્યો હતો. CRPFના જવાનોએ તેને ઘેરી લીધો અને કોર્ટની બહાર લઈ ગયા. તેને થપ્પડ માર્યા બાદ તેને કડક સુરક્ષા હેઠળ કોર્ટ પરિસરમાંથી બહાર કાઢીને કારમાં લઈ જવામાં આવ્યો હતો.