હૈદરાબાદ: રામોજી ફિલ્મ સિટીના સ્થાપક અને માલિક રામોજી રાવનું આજે 8 જૂને વહેલી સવારે નિધન થયું છે. રામોજી રાવના નિધનથી દેશના રાજકારણ અને સિનેમામાં શોકની લહેર છવાઈ ગઈ છે. બોલિવૂડથી લઈને સાઉથના સ્ટાર્સ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. રજનીકાંત, અલ્લુ અર્જુન, રામ ચરણ સહિત દક્ષિણ સિનેમાના દિગ્ગજ સ્ટાર્સે રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રામોજી રાવના ચાહકો સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
રજનીકાંતઃ સાઉથ સિનેમાના 'થલાઈવા' રજનીકાંતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મારા માર્ગદર્શક અને શુભચિંતક શ્રી રામોજી રાવ ગારુના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ વ્યક્તિએ પત્રકારત્વ, સિનેમામાં ઈતિહાસ રચ્યો અને મહાન બની ગયા હતા. રાજકારણમાં તેઓ મારા માર્ગદર્શક અને પ્રેરણા હતા. તેમના આત્માને શાંતિ મળે.
રામ ચરણઃ RRR સ્ટાર રામ ચરણે લખ્યું કે, શ્રી રામોજી રાવે Ennadu સાથે પ્રાદેશિક મીડિયાની તસવીર બદલી નાંખી. વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો, રામોજી ફિલ્મ સિટી, એક ઐતિહાસિક શૂટિંગ સ્ટેશન અને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ માટે પ્રવાસન સ્થળ તેમના તેજસ્વી વ્યક્તિત્વ અને તેલુગુ લોકો માટેના નોંધપાત્ર યોગદાન માટે હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને તેમના ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.
રામોજી ફિલ્મ સિટીના સ્થાપક અને માલિક રામોજી રાવનું આજે 8 જૂને વહેલી સવારે નિધન થયું છે. રામોજી રાવના નિધનથી દેશના રાજકારણ અને સિનેમામાં શોકની લહેર છવાઈ ગઈ છે. બોલિવૂડથી લઈને સાઉથના સ્ટાર્સ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. રજનીકાંત, અલ્લુ અર્જુન, રામ ચરણ સહિત દક્ષિણ સિનેમાના દિગ્ગજ સ્ટાર્સે રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
- રામોજી રાવના નિધન પર લાલુ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવીએ શોક વ્યક્ત કર્યો - Lalu Yadav expressed condolences
- ETV નેટવર્કના સ્થાપક રામોજી રાવના નિધન પર દેશના વરિષ્ઠ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો - Senior leaders paid tribute to Ramoji Rao