ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનના પિંડવાડામાં ભયાનક માર્ગ અકસ્માત, 7ના મોત, 15 ઘાયલ - rajasthan road accident - RAJASTHAN ROAD ACCIDENT

રાજસ્થાનના સિરોહીથી એક કરૂણ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પિંડવાડામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, અહીં, ટ્રક અને તુફાન ટેક્સી (જીપ) વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. rajasthan road accident

સિરોહીના પિંડવાડામાં ભયાનક માર્ગ અકસ્માત
સિરોહીના પિંડવાડામાં ભયાનક માર્ગ અકસ્માત (Etv Bharat sirohi)

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2024, 10:49 PM IST

સિરોહીઃ જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંટલ પાસે રવિવારની રાત્રે ટ્રક અને તોફાન ટેક્સી (જીપ) વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી બાદ ધારાસભ્ય સમારામ ગરાસિયા, જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરી અને એસપી અનિલ કુમાર બેનીવાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દરમિયાન ધારાસભ્ય સમારામ ગરાસિયાએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી.

એસપી અનિલ કુમાર બેનીવાલે જણાવ્યું કે ટેક્સીમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ઉદયપુરના આદિવાસી વિસ્તારના છે. દરેક લોકો મજૂરી કામ કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો, જેમાં સાત લોકોના મોત થયા, જ્યારે 15 લોકો ઘાયલ થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સીઓ પિંડવાડા ભંવરલાલ ચૌધરીએ જણાવ્યું કે પોલીસ અધિકારી હમીર સિંહ ભાટી અને અન્ય પોલીસ અધિકારીઓ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યા. આ ઘટના બાદ તુફાન ટેક્સીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં મુસાફરી કરી રહેલા લોકો વાહનમાં જ ફસાઈ ગયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોની મદદથી તમામ ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં લોકોની હાલત ગંભીર બનતા તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

  1. 'રોકાણકારો રાતા પાણીએ રોયા', હૈદરાબાદમાં ₹700 કરોડની છેતરપિંડીનો મામલો - investment fraud case in hyderabad
  2. સુકમામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા, મેલી વિદ્યાની આશંકા, 5 આરોપીઓની ધરપકડ - Mass Murder In Sukma

ABOUT THE AUTHOR

...view details