વોશિંગ્ટન: કોંગ્રેસના સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. સોમવારે રાત્રે (સ્થાનિક સમય) તેમણે વર્જિનિયાના હેરન્ડનમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, "પીએમ મોદીની ડરાવવાની રણનીતિ ચૂંટણી પછી તરત જ ગાયબ થઈ ગઈ છે.
હવે ડર નથી લાગતો...
" કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, પીએમ મોદીની ડરાવવાની રણનીતિ માત્ર ચૂંટણી પુરતી જ સીમિત હતી, તે પણ ચૂંટણી પૂરી થતા જ ગાયબ થઈ ગઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે ઘણા લોકોએ મને કહ્યું કે 'હવે મને ડર નથી લાગતો, હવે ડર દૂર થઈ ગયો છે.'
ભાજપ પર નિશાન સાધ્યું
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વર્જીનિયાના હર્નડનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધતા કહ્યું કે, "ભાજપ એ નથી સમજતું કે આ દેશ દરેકનો છે અને ભારત એક સંઘ છે. બંધારણમાં તે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 'ભારત, જે ભારતનું સંઘ છે, જેમાં વિવિધ ઇતિહાસ, પરંપરાઓ, સંગીત અને નૃત્ય સામેલ છે, તેઓ (ભાજપ) કહે છે કે આ સંઘ નથી, કંઈક બીજું છે.
ચૂંટણી પહેલા અમારા બેંક ખાતા સીલ કરવામાં આવ્યા
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, " ચૂંટણીના ત્રણ મહિના પહેલા અમારા બેંક ખાતાઓ સીલ કરવામાં આવ્યા હતા. અમે હવે શું કરવું તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. મેં કહ્યું 'જોઈશું', ચાલો જોઈએ કે શું થઈ શકે છે અને અમે ચૂંટણી જંગમાં ઉતર્યા."
- પ્રોડક્શન ચીનમાં ટ્રાન્સફર થવાથી ભારત અને પશ્ચિમન દેશોમાં બેરોજગારી છે: રાહુલ ગાંધી - rahul gandhi on China
- કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ રાહુલ ગાંધીની કરી પ્રશંસા, કહ્યું રાહુલ ગાંધી પપ્પુ નથી, રણનીતિકાર છે - SHAM PITRODA ON RAHUL GANDHI