નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણીવાર સફેદ ટી-શર્ટમાં જોવા મળે છે. હવે સામાન્ય લોકોના અધિકારોની હિમાયત કરતા તેમણે રવિવારે 'વ્હાઈટ ટી-શર્ટ અભિયાન' શરૂ કરવાની જાહેરાત કરી. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર ગરીબો તરફ મોઢું ફેરવવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને આ અભિયાનની જાહેરાત કરી હતી. તેમજ લોકોને આ અભિયાનનો ભાગ બનવા અનુરોધ કર્યો હતો.
મોદી સરકાર પર હુમલો: રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહી રહ્યા છે જો આપ આર્થિક ન્યાયમાં વિશ્વાસ ધરાવો છો, સંપત્તીની વધતી અસામાનતાનો વિરોધ કરો છો., સામાજીક સમાનતા માટે લડો છો. તમામ પ્રકારના ભેદભાવનો અસ્વીકાર કરો છો અને આપણા દેશમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રયત્નશીલ છો, તો સફેદ ટી-શર્ટ પહેરો અને અભિયાનમાં જોડાઓ. મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "સરકારનું સમગ્ર ધ્યાન કેટલાક પસંદગીના મૂડીવાદીઓને વધુ સમૃદ્ધ બનાવવા પર છે."
યુવાનો અને કામદાર વર્ગને અપીલઃરાહુલ ગાંધી કહે છે કે આના કારણે અસમાનતા સતત વધી રહી છે. પોતાના લોહી અને પરસેવાથી દેશને પાણી પીવડાવનારા મજૂરોની હાલત કફોડી બની રહી છે અને તેઓ વિવિધ પ્રકારના અન્યાય અને અત્યાચારો સહન કરવા મજબૂર છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં તેમને ન્યાય અને અધિકારો આપવા માટે અવાજ ઉઠાવવો એ આપણા બધાની જવાબદારી છે. આને ધ્યાનમાં રાખીને તેમણે 'વ્હાઈટ ટી-શર્ટ અભિયાન' શરૂ કરવાની વાત કરી.
શા માટે શરૂ કરવામાં આવ્યું આ અભિયાન: લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ યુવાનો અને મજૂર વર્ગના લોકોને આ અભિયાનમાં મોટી સંખ્યામાં ભાગ લેવાની અપીલ કરી હતી. લોકોને ઝુંબેશમાં જોડાવા માટે અપીલ કરતા, તેમણે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે મોબાઇલ નંબર અને વેબસાઇટ લિંક પણ શેર કરી. 'વ્હાઈટ ટી-શર્ટ અભિયાન'ની વેબસાઈટ અનુસાર, 'વ્હાઈટ ટી-શર્ટ' પાર્ટીના પાંચ માર્ગદર્શક સિદ્ધાંતો - 'કરુણા, એકતા, અહિંસા, સમાનતા અને બધા માટે પ્રગતિ'નું પ્રતીક છે.
- રાહુલ ગાંધીએ કર્યો શિલાન્યાસ, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, જાણો Z-મોડ ટનલની કહાની
- રાહુલ ગાંધીને 1.5 કરોડની માનહાનિ નોટિસ, હાથરસ કેસમાં નિર્દોષ લોકોના વકીલે કર્યો ગંભીર આક્ષેપ