નવી દિલ્હી:કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે રેપ અને હત્યાની ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું છે કે, આ ભયાનક ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. આ અંગે રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું છે. તેમણે કહ્યું કે, પીડિતને ન્યાય આપવાને બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે.
આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે, મેડિકલ કોલેજ જેવી જગ્યાએ ડોકટરો જ સલામત નથી તો માબાપે પોતાની દીકરીઓને વિદેશમાં ભણવા માટે કયા આધારે વિશ્વાસ કરવો? નિર્ભયા કેસ પછી બનેલા કડક કાયદા પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે?