ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસ: આરોપી પ્રજ્વલ રેવન્નાને આજે કોર્ટમાં હાજર કરાશે - prajwal revanna sexual assault case

કર્ણાટકના સેક્સ સ્કેન્ડલ કેસના આરોપી પ્રજ્વલ રેવન્નાનું પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યું હતું. છ દિવસ પોલીસ રિમાન્ડમાં રહ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે વાંચો આ અહેવાલ. prajwal revanna sexual assault case

કર્ણાટકના સેક્સ સ્કેન્ડલ કેસના આરોપી પ્રજ્વલ રેવન્ના પોટેન્સી ટેસ્ટ પછી આજે કોર્ટમાં હાજર કરાશે
કર્ણાટકના સેક્સ સ્કેન્ડલ કેસના આરોપી પ્રજ્વલ રેવન્ના પોટેન્સી ટેસ્ટ પછી આજે કોર્ટમાં હાજર કરાશે (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 9:46 AM IST

બેંગલુરુ:જાતીય સતામણીના કેસમાં ધરપકડ કરાયેલ ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બુધવારના રોજ શહેરની બોરિંગ હોસ્પિટલમાં પ્રજનન પરીક્ષણ અને નિયમિત તપાસ કરાવી હતી. કોર્ટમાંથી પરવાનગી મેળવ્યા બાદ એસઆઈટીના અધિકારીઓ બુધવારે સવારે 11 વાગ્યે તેમને બોરિંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. નિષ્ણાત તબીબી ટીમે બોરિંગ હોસ્પિટલમાં પ્રજ્વલની મેડિકલ તપાસ કરી હતી.

રિપોર્ટ એક અઠવાડિયામાં SITને સોંપાશે: આ પરીક્ષણ શુક્રાણુ અને લોહીના નમૂના એકત્રિત કરવા અને જાતીય પ્રવૃત્તિઓ કરવાની ક્ષમતાની ખાતરી કરવા માટે કરવામાં આવે છે. તપાસ બાદ સાંજે તેને સીઆઈડી ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ એસઆઈટી દ્વારા તેની પૂછપરછ તહી હતી. કેટલાક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પોટેન્સી ટેસ્ટ રિપોર્ટ એક અઠવાડિયામાં SITને સોંપવામાં આવશે.

મેડિકલ ટેસ્ટ માટે કાનૂની ગૂંચવણો નડી:બે દિવસ પહેલા SIT પ્રજ્વલ રેવન્નાને પોટેન્સી ટેસ્ટ માટે બોરિંગ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યારબાદ ડોક્ટરે કેટલાક મેડિકલ ટેસ્ટ માટે કાનૂની ગૂંચવણો જે નડી શકે છે તેના વિશે માહિતી આપી હતી. જેના પરિણામે એસઆઈટીએ ગઈકાલે કોર્ટમાંથી પરવાનગી લઈને તેને ફરીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી બાદ, બોરિંગ હોસ્પિટલના વડાએ પ્રજ્વલ રેવન્નાની તબીબી તપાસ માટે નિષ્ણાત ડૉક્ટરોની ટીમની રચના કરી હતી. કોર્ટે એસઆઈટીને 6 જૂન સુધી પ્રજ્વલ રેવન્નાની કસ્ટડી આપી છે. કસ્ટડી પૂરી થયા બાદ SIT તેને આજે ફરી કોર્ટમાં રજૂ કરશે.

લોકસભા ચૂંટણીમાં રેવન્નાની હાર:તમને અહી જણાવી દઈએ કે, યૌન શોષણ કેસમાં આરોપી પ્રજ્વલ રેવન્ના જર્મની ભાગી ગયો હતો. તે 31 મેના રોજ ભારત આવ્યો હતો. તે અહીં પહોંચતા જ કેસની તપાસ કરી રહેલી SIT ટીમે તેની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને પૂછપરછ માટે 6 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. અહી જાણવા જેવી બાબત છે કે, રેવન્ના લોકસભા ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને લડ્યા પણ હતા પરંતુ હારી ગયા હતા.

  1. દિલ્હીના લાજપત નગર વિસ્તારમાં આંખની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ પહોંચી ધટના સ્થળ પર - Fire In Eye Care Hospital
  2. ડેપ્યુટી સીએમ ફડણવીસે રાજીનામાની તૈયારી દર્શાવી, લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારી - devendra fadnavis wants to resign

ABOUT THE AUTHOR

...view details