ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોકરીના નામે યુવતી પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ, નકલી મહિલા પોલીસ અધિકારીની શોધખોળ - HARIDWAR RAPE ACCUSED ARREST

નોકરીના નામે દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચરનાર અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવનાર અને તેને દેહવ્યાપારમાં ધકેલવા માંગનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસની પકડમાં આરોપી
પોલીસની પકડમાં આરોપી (ફોટો સૌજન્ય: ઉત્તરાખંડ પોલીસ)

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2025, 8:27 PM IST

હરિદ્વારઃદિલ્હીની યુવતીને નોકરી અપાવવાના બહાને દુષ્કર્મ અને અશ્લીલ વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રોકડ અને દાગીનાની પણ પડાવ્યા હતા. સાથે જ પીડિતાને પોલીસ અધિકારીની ગણાવીને પીડિતાને ધમકી આપનાર આરોપીની મહિલા મિત્રની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

દિલ્હીની રહેવાસી યુવતી છેઃહરિદ્વારના સીઓ સદર શિશુપાલ સિંહ નેગીએ જણાવ્યું કે, દિલ્હીના મહેરૌલી વિસ્તારની રહેવાસી યુવતી વર્ષ 2021થી એક કંપનીમાં કામ કરી રહી છે. જે હરિદ્વારના શિવાલિક નગરના એક જીમમાં લલિત કુમાર ખારી ઉર્ફે રોબિન સાથે સંપર્કમાં આવી હતી, જેણે તેને ફોલો કરવાનું શરૂ કર્યું હતું.

ઘેનયુક્ત ચા પીવડાવીને દુષ્કર્મ આચર્યુ: આરોપ છે કે વર્ષ 2022માં ખુદને ફેક્ટરીનો માલિક ગણાવીને રોબીને પીડિતાને આકર્ષક નોકરી અપાવવાની લાલચ આપી હતી. ત્યાર બાદ તે તેને શિવાલિક નગરના એક રૂમમાં લઈ ગયો. આરોપ છે કે ત્યાં યુવતીને ઘેનયુક્ત ચા પીવડાવીને આરોપીએ તેની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.

અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા અને સોનાની ચેઈન પડાવી:આ બાબતે યુવતીએ વિરોધ કરતા રૉબિને તેને અશ્લીલ વીડિયો બતાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપ છે કે ત્યાર બાદ તે સતત તેનું શારીરિક શોષણ કરતો હતો. સાથે જ તેની સોનાની ચેન પણ પડાવી લીધી હતી અને આટલું જ નહીં, વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી 5,000 રૂપિયા પણ પડાવી લીધા હતાં.

દેહવેપારના ધંધામાં ધકેલવાનો પણ પ્રયાસ કર્યોઃ એવો આરોપ છે કે રૉબીને તેના પરિચિતો સાથે સંબંધો બાંધવાનું પણ દબાણ કરીને તેણીને દેહવેપારના ધંધામાં ધકેલવાનો પણ પ્રયાસ શરૂ કર્યો હતો. આવી હેરાનગતિથી કંટાળીને તે દિલ્હી પરત ચાલી ગઈ હતી, પરંતુ તે પછી પણ તે તેને અશ્લીલ મેસેજ મોકલતો રહ્યો. આ મામલામાં યુવતીની ફરિયાદ પર હરિદ્વારની રાણીપુર પોલીસે સોમવારે એટલે કે 27 જાન્યુઆરીએ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

પોલીસ અધિકારી હોવાનો દાવો કરનાર મહિલાની શોધખોળ: પીડિતાનો આરોપ છે કે રોબિનને ઓળખતી રૂડકીની રહેવાસી નજમા નામની મહિલાએ પોતાને પોલીસ અધિકારી હોવાનું જણાવ્યું હતું. તેણીને પીડિતાને રોબિન સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તેણે રોબિનને બે લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી. પીડિતાનો આરોપ છે કે તેને અને તેના પરિવારને સતત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

એસિડ ફેંકવાની ધમકી, આરોપી યુવકની ધરપકડઃ રોબિને તેના મોઢા પર એસિડ ફેંકવાની ધમકી પણ આપી હતી. ત્યાર બાદ હરિદ્વારની રાનીપુર કોતવાલી પોલીસે કેસ નોંધ્યો હતો. તેમજ સમગ્ર કેસની તપાસ મહિલા સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા ઈજરાલને સોંપવામાં આવી હતી. જેના પગલે પોલીસે કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી હતી. રાનીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી કમલ મોહન ભંડારીએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીની મહિલા મિત્રની શોધખોળ કરવામાં આવી રહી છે.

  1. મર્ડર મિસ્ટ્રીનો ચોંકાવનારો કિસ્સો, મેડિકલમાંથી કોન્ડમ ખરીદ્યો અને પોલીસ હાથે પકડાયો હત્યાનો આરોપી
  2. દોષિત સંજય રોયને ફાંસી આપવાની માંગ, CBI અને બંગાળ સરકારની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી

ABOUT THE AUTHOR

...view details