નવી દિલ્હી:અમેરિકાના પેન્સિલવેનિયામાં શનિવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભામાં હુમલો થયો હતો, જેમાં ટ્રમ્પને ઈજા પહોંચી છે. આ ઘટનાએ ન માત્ર અમેરિકા પરંતુ દુનિયાભરમાં ચકચાર જગાવ્યો છે. અમેરિકાની દિગ્ગજ રાજકીય સામાજીક હસ્તીઓએ આ ઘટનાને વખોડી છે અને તેની નિંદ કરી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પ પર થયેલી હુમલાની ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ છે અને આ ઘટનાને વખોડી છે.
PM મોદીએ ટ્રમ્પ પર હુમલાની ઘટનાને વખોડી, કહ્યું મારા મિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર થયેલા હુમલાથી ચિંતિત - Attack on Donald Trump
અમેરિકાના પેન્સિલવેનિયામાં શનિવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભામાં થયેલા જીવલેણ હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા કરી છે અને આ ઘટનાને વખોડી છે. પીએમ મોદીએ આ હુમલાની ઘટનાની નિંદા કરતા પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહેલી તકે સ્વસ્થ થવાની કામના કરી છે.
PM મોદીએ ટ્રમ્પ પર હુમલાની ઘટનાને વખોડી (Etv Bharat (AP))
Published : Jul 14, 2024, 9:11 AM IST
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે., "મારા મિત્ર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને હું ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી. હું તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું..."