ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોલેન્ડમાં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત, કહ્યું- 'NRIની ઉર્જા બંને દેશોના મજબૂત સંબંધોનું પ્રતીક છે' - PM Modi Poland Visit - PM MODI POLAND VISIT

પોલેન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. અહીં તેઓ બે દિવસના પ્રવાસે છે. તેઓ આ દરમિયાન શું કરવાના છે તે અંગે આવો જાણીએ... -

વડાપ્રધાન પોલેન્ડના પ્રવાસે
વડાપ્રધાન પોલેન્ડના પ્રવાસે (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 4:13 PM IST

વોર્સોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય સત્તાવાર મુલાકાતે બુધવારે વોર્સો પહોંચ્યા હતા. 45 વર્ષમાં પોલેન્ડની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. જ્યારે પીએમ મોદી અહીં પહોંચ્યા ત્યારે એનઆરઆઈએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી પહેલા તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈએ 1979માં વોર્સોની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસમાં શું છે પ્લાન? આ દરમિયાન તેઓ પોલેન્ડના પોતાના સમકક્ષ ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન ડુડા સાથે મુલાકાત કરશે. પોલેન્ડની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે. રશિયા-યુક્રેન સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યુંઃ બંને દેશોની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ બંને વચ્ચેના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ પર પોલેન્ડની મુલાકાતે છે. તેમણે કહ્યું કે પોલેન્ડ મધ્ય યુરોપમાં મુખ્ય આર્થિક ભાગીદાર છે. લોકશાહી અને બહુલવાદ પ્રત્યે અમારી પરસ્પર પ્રતિબદ્ધતા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, હું અમારી ભાગીદારીને વધુ આગળ લઈ જવા માટે મારા મિત્ર વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન ડુડાને મળવા આતુર છું. હું પોલેન્ડમાં રહેતા વાઇબ્રન્ટ ભારતીય સમુદાયના સભ્યોને પણ મળીશ.

ઉષ્માભર્યા સ્વાગતથી અભિભૂત છું...:વોર્સો પહોંચ્યા પછી, પીએમ મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, પોલેન્ડમાં ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું અભિભૂત છું! તેમની ઉર્જા ભારત અને પોલેન્ડને જોડતા મજબૂત સંબંધોનું પ્રતીક છે.

પીએમને આવકારવા ડાન્સ પરફોર્મન્સ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે કલાકારોએ ડાન્સ કર્યો હતો. પીએમ મોદીએ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને પ્રોત્સાહિત કર્યા અને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો.

વડાપ્રધાન મોદીનો ઓટોગ્રાફ મેળવવા માટે NRI તલપાપડ જોવા મળ્યા હતા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોટલમાં NRIsનું અભિવાદન કર્યું અને તેમને ઓટોગ્રાફ આપ્યા. આ દરમિયાન લોકો પીએમ મોદી સાથે હાથ મિલાવવા અને તેમનો ઓટોગ્રાફ લેવા માટે બેતાબ જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ NRIને શુભેચ્છા પાઠવી હતી:વડાપ્રધાન મોદી વોર્સો એરપોર્ટથી સીધા હોટલ ગયા, જ્યાં ભારતીય સમુદાયના લોકો તેમના સ્વાગત માટે પહેલેથી જ મોટી સંખ્યામાં હાજર હતા. પીએમ મોદીએ હાથ મિલાવીને ભારતીય ઇમિગ્રન્ટ્સનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ હોટલમાં બાળકો સાથે હાથ પણ મિલાવ્યો હતો.

પીએમ મોદીના આગમન પહેલા હોટલની બહાર NRI એકઠા થયા હતા:પીએમ મોદી વોર્સોમાં જ્યાં રોકાશે તે હોટલ પર પહોંચતા પહેલા મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ હોટલની બહાર એકઠા થયા હતા. આ પ્રસંગે ભારતીય નાગરિક પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે, "હું ગુજરાતના વડોદરાની છું. અમને ગર્વ છે કે આટલા વર્ષો પછી કોઈ વડાપ્રધાને પોલેન્ડ તરફ ધ્યાન આપ્યું છે અને વડાપ્રધાન મોદી અમારું સાંભળવા અહીં આવી રહ્યા છે."

પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું:પીએમ મોદી જ્યારે વોર્સો પહોંચ્યા તો પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું.

યુદ્ધ વચ્ચે યુક્રેન વિઝિટઃવડાપ્રધાન મોદી આ ઉપરાંત પોલેન્ડ સિવાય તે પછી આગામી દિવસોમાં યુક્રેન જવાના છે. તેઓ આગામી 23મી ઓગસ્ટે જ યુક્રેન જવાના છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રશિયાની વિઝિટ પર પણ તેઓ ગયા હતા જ્યાં તેમને સૌથી મોટું સન્માન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આપ જાણો જ છો કે રશિયા અને યુક્રેન વચ્ચેના સંબંધો કેટલા ખાટા થયા છે. તો આવા સંજોગોમાં જ્યાં એક તરફ મોદી રશિયાની મુલાકાત લઈ ચુક્યા છે તે બાદ હવે જ્યારે તેઓ યુક્રેનની પણ મુલાકાતે જવાના છે ત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે તેમની આ મુલાકાત પર સહુ કોઈની નજર છે. યુક્રેનની મુલાકાત દરમિયાન તેઓ કેવી રીતે અને કઈ રણનીતિ અપનાવે છે તેના પર અન્ય દેશોની પણ મીટ મંડાઈ છે. ભારતના વિદેશી સંબંધો આ મુલાકાત પછી કેવા રહેશે તે પણ જોવાનું છે. જોકે યુક્રેન પ્રવાસ દરમિયાનનો તેમના કયા કયા પ્લાનીંગ ચાલી રહ્યા છે તે કોને કોને મળવાના છે તે અંગે હજુ સુધી જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. આગામી સમયમાં તેમના આ પ્રવાસ અંગેની વધુ વિગતો સામે આવશે.

  1. મલેશિયાના પ્રધાનમંત્રીનો ભારત પ્રવાસ, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં કર્યું સ્વાગત - India Malasia Ties
  2. સેન્ટ માર્ટિન આઇલેન્ડ: હિંદ મહાસાગરમાં અન્ય લશ્કરી કવાયતનું નુકસાન - Importance Of St Martins Island

ABOUT THE AUTHOR

...view details