ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી NRIના એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. આ ઈવેન્ટ 22 સપ્ટેમ્બરે લોંગ આઈલેન્ડના નાસાઉ કોલિયમ ખાતે યોજાશે. આ સિવાય પીએમ 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને પણ સંબોધિત કરશે.
પ્રોગ્રેસ ટુગેધર કાર્યક્રમનું આયોજન: આ અંગે ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ યુએસએ (IACU) એ મંગળવારે જણાવ્યું કે, PM મોદી અને અમેરિકાના 'પ્રોગ્રેસ ટુગેધર' નામના આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે અહીં હાજરી આપનારાઓની ક્ષમતા માત્ર 15 હજાર છે. IACU એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિયનડેલ, લોંગ આઇલેન્ડમાં ઇવેન્ટ માટે નોંધણી 590 સામુદાયિક સંસ્થાઓ તરફથી આવી હતી, જે તમામે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાંથી 'વેલકમ પાર્ટનર્સ' તરીકે નોંધણી કરાવી છે.
માહિતી પરથી જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા 42 રાજ્યોમાંથી ભારતીય અમેરિકનો ભાગ લે તેવી અપેક્ષા છે. ઈવેન્ટના મુખ્ય આયોજકે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે શક્ય તેટલા વધુ લોકો આ ઐતિહાસિક ઈવેન્ટમાં ભાગ લઈ શકે. આ ઈવેન્ટમાં આવનારા લોકોની વધતી જતી સંખ્યાને જોતા ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ યુએસએ જણાવ્યું હતું કે અમે બેઠક વ્યવસ્થા વધારવાના પ્રયાસો કરીશું, જેથી જે લોકો ભાગ લેવા ઈચ્છે છે તેમને અંતિમ સીટ એલોટમેન્ટમાં પ્રાથમિકતા આપી શકાય. ભાગ લેવા માટે રજીસ્ટર કરો.
IACU એ જણાવ્યું હતું કે 'મોદી અને અમેરિકા' ઇવેન્ટ ભારતીય-અમેરિકન સમુદાયની વિવિધતાની ઉજવણી કરતી એક મહત્વપૂર્ણ ઇવેન્ટ હશે. IACU એ વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓમાં યહૂદી, પારસી, જૈન, ખ્રિસ્તી, શીખ, મુસ્લિમ અને હિંદુ સમુદાયોના સભ્યો સહિત વિવિધ ધાર્મિક સમુદાયોના લોકોનો સમાવેશ થાય છે. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ હિન્દી, તેલુગુ, પંજાબી, તમિલ, બંગાળી, મલયાલમ, ગુજરાતી અને અન્ય સહિત ભારતની વિવિધ ભાષાઓના નોંધપાત્ર વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.
- બાઇડેન બાદ PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરી - PM Modi Speaks with Vladimir Putin