નવી દિલ્હી:ગૌતમ અદાણી અને અન્યો વિરુદ્ધ અબજો ડોલરના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને કથિત રીતે લાંચ આપવાના આરોપમાં યુએસ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા આરોપની તપાસ શરૂ કરવા માટેના નિર્દેશોની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), જેને સર્વોચ્ચ અદાલત દ્વારા 2023ના હિંડનબર્ગ રિપોર્ટમાં લાગેલા આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, તેણે અગાઉ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, કુલ 24 તપાસમાંથી 22 તપાસ પૂર્ણ કરવામાં આવી છે. તિવારીએ અમેરિકન કોર્ટમાં નોંધાયેલા કેસને રેકોર્ડ પર લાવવાની માંગ કરી હતી.
વિશાલ તિવારીની એક અરજી પર સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટની તપાસનો આદેશ આપ્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, એવું લાગે છે કે, સેબી કેસ બનાવવામાં સક્ષમ નથી. આમ, આ પ્રકારે કેસ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થયો નથી, જેની પુષ્ટી ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી તેની વધારે તપાસ ન થાય. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ કાર્યવાહીમાં, તે દીવાની હોય કે ફોજદારી હોય, તે પ્રથમ દૃષ્ટિએ રજૂ કરવાની જવાબદારી વાદી અથવા ફરિયાદીની છે અને એકવાર પ્રથમ દૃષ્ટિએ કેસ થઇ જાય તેની જવાબદારી આરોપી પર આવે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે 3 જાન્યુઆરી, 2024ના રોજ આપેલ આદેશમાં 3 મહિનાની સમયમર્યાદા છતા સેબીએ અત્યાર સુધી કોઇ રિપોર્ટ અને નિષ્કર્ષ દાખલ કર્યો નથી. હાલના સંજોગોમાં જ્યારે તપાસ અહેવાલ રેકોર્ડ પર લાવવામાં આવ્યો નથી, ત્યારે તે નિયમનકારી સત્તા સેબી પરનો વિશ્વાસ ઘટાડે છે."
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "અહીં સાથે જોડાયેલા દસ્તાવેજો અરજદારના હાલના કેસ સાથે સુસંગત છે. કારણ કે, તેઓએ (અદાણી) જૂથ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તણૂકને ઉજાગર કરી છે અને આરોપો એટલા ગંભીર છે કે, તેમની તપાસ ભારતીય એજન્સીઓ દ્વારા પણ થવી જોઈએ. ન્યાયના હિતમાં દાખલ કરેલ દસ્તાવેજો રેકોર્ડ પર લઇ શકાય છે."
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સેબીએ તપાસ પૂર્ણ કરીને અને તપાસના અહેવાલ અને તારણો રેકોર્ડ પર રાખીને વિશ્વાસ જગાવવો પડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "સેબીની તપાસમાં શોર્ટ સેલિંગના આરોપો અને વિદેશી સત્તાવાળાઓ દ્વારા કરાયેલા વર્તમાન આરોપો સામેલ હોવાથી, તેમાં કોઈ જોડાણ હોઈ શકે કે ન પણ હોય, પરંતુ સેબીના તપાસ રિપોર્ટ પરથી તે જ સ્પષ્ટ થશે, જેથી રોકાણકારોનો વિશ્વાસ ન ડગમગે."
અરજદારે જણાવ્યું હતું કે, "તાજેતરમાં 20 નવેમ્બરના રોજ, ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લા માટે યુએસ એટર્ની ઓફિસે ગૌતમ અદાણી (62), સાગર અદાણી (30) અને અન્ય 6 લોકો સામે આરોપોનો ખુલાસો કર્યો, તેમના પર ભારત સરકાર પાસેથી સોલાર પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર ( લગભગ 2,236 કરોડ રુપિયા) ની લાંચ આપવાનો આરોપ છે. આ કરારોથી 20 વર્ષમાં અંદાજે $2 બિલિયન (રૂ. 16,880 કરોડ)નો નફો થવાની અપેક્ષા હતી.
આ પણ વાંચો:
- અદાણી CFOએ અમેરિકાના આરોપો ઉપર મૌન તોડ્યું, કહ્યું-આ માત્ર આરોપ... આનો જવાબ આપીશું
- ટોચના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીનો વિવાદ અટકશે કે વકરશે?